સુરત: નવયુવાન યુગલે સગાઈપ્રસંગમાં ખોટો ખર્ચ કરવાને બદલે કર્યો એવો નિર્ણય, જે સાંભળીને ચારેકોર થઈ રહી છે વાહ વાહ

Published on Trishul News at 10:33 AM, Mon, 12 July 2021

Last modified on March 7th, 2022 at 2:16 AM

સુરતના એક પાટીદાર યુવાન વિકાસ રાખોલિયા જેઓ ઘણા સામાજિક કાર્યો અને સામાજિક સંસ્થા સાથે જોડાયેલા છે અને હમણાં જ થોડા દિવસો પહેલા તેમનો જન્મદિવસ હતો જે જન્મદિવસ તેમણે અનાથ આશ્રમના નાના નાના બાળકો સાથે ઉજવ્યો હતો.

અમરેલી જીલ્લાના લાઠી તાલુકામાં અકાળા ગામ ના વતની એવા વિકાસ જયસુખભાઈ રાખોલિયાની સગાઇ રિદ્ધિ વાડદોરીયા સાથે નક્કી થઈ અને તેમને નક્કી કર્યું છે કે તે પોતાની સગાઈમાં ખોટા ખર્ચા કરવાને બદલે તે રકમ બાળકોના શિક્ષણ પાછળ ખર્ચે અને જે પણ જરૂરીયાતમંદ બાળકોને ખરેખર ભણવામાં મુશ્કેલી પડી રહી હોય તેવા બે બાળકોને સિલેક્ટ કરી તેમનો ભણતરનો ખર્ચ ઉપાડશે.

તમે પણ તમારા ઘરે આવતા પ્રસંગને એવી રીતે ઉજવો કે જે પ્રસંગ યાદગાર બની જાય. આપણા દેશમાં લાખો પરિવારના બાળકો એવા છે જે બાળકો નાનપણથી જ શિક્ષણથી વંચિત છે. કોઈ બાળકના ઘરની પરિસ્થિતિ ખરાબ છે તો કોઈ ને ઘરની જવાબદારીઓ જ ભણાવી ન શક્તિ હોય.

વિકાસ રાખોલિયા અને રિદ્ધિ વાડદોરીયાએ કહ્યું છે કે, સમાજના રીતિરીવાજો અને વિચારધારા પ્રમાણે અમે અમારી સગાઇ સાદાઈથી કરીશું જેમાં કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા અને બિનજરૂરી ખર્ચા કર્યા વગર બે એવા બાળકોનો શિક્ષણનો ખર્ચો ઉઠાવશે જે બાળકને તેમના પિતા નથી અને એક બાળકના ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. આ બંને બાળકોનો શિક્ષણ ખર્ચ ઉઠાવીને અમે બંને એ આ બાળકોને મદદરૂપ થવાનું નક્કી કર્યું છે.

સાથે જ વિકાસ રાખોલિયાએ કહ્યું છે કે, ખોટો દેખાડો અને ખોટા ખર્ચાઓ કરીને પ્રસંગ કરીશું તો સમાજ અને સમાજના લોકો બે -પાંચ દિવસ વખાણ અને વાહવાહી કરશે. પણ જો ખર્ચ કોઈ જરૂરિયાતમંદ બાળકોને કરીશું તો તેમનું ભવિષ્ય બનશે અને સાથે તેમના પરિવારના આશીર્વાદ પણ મળશે.

આપણે પણ આપણા ઘરે આવતા સામાજિક પ્રસંગમાં જરૂરિયાતમંદ વાળા બાળકોને શૈક્ષણિક બાબતે મદદરૂપ અને સહાય રૂપ થઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરત: નવયુવાન યુગલે સગાઈપ્રસંગમાં ખોટો ખર્ચ કરવાને બદલે કર્યો એવો નિર્ણય, જે સાંભળીને ચારેકોર થઈ રહી છે વાહ વાહ"

Leave a comment

Your email address will not be published.


*