રીનોવેશન કરતી વખતે ગ્રાઇન્ડર મશીન છટકતા યુવાનનું નીપજ્યું મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ

Published on Trishul News at 5:16 PM, Mon, 11 October 2021

Last modified on October 11th, 2021 at 5:16 PM

જામનગર(ગુજરાત): હાલમાં જામનગરમાં(Jamnagar) એક ચકચારી દુર્ઘટના બનવા પામી છે. જેમાં આરામ હોટલ(Aaram hotel)માં કડિયાકામ કરતા યુવાનનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યું છે કે, જીમરૂમ(Gymroom)માં રીનોવેશન(Renovation) કામગીરી કરતો હતો ત્યારે ગ્રાઇન્ડર મશીન(Grinder machine) છટકતા ગળાની નસ કપાઇ ગઈ હતી. જેથી યુવાનનું મોત નિપજયું હતું. બનાવ અંગે પોલીસ(Police) દ્વારા અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતક યુવાનની બહેનના એક મહિના પછી લગ્ન હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં રહેતો અને કડિયાકામ કરતો સંજય રાજુભાઇ ખેતાણી નામનો(ઉ.વ.33) યુવાન શનિવારે શહેરની આરામ હોટલમાં જીમરૂમમાં કડિયાકામ કરી રહ્યો હતો. આ દરમિયાન, સાંજે 7 વાગ્યા આસપાસ સંજય દિવાલમાં ગ્રાઇન્ડર મશીનથી ઝરી પાડી રહ્યો હતો. ત્યારે અચાનક સંજયના હાથમાંથી ગ્રાઇન્ડર મશીન છટકી ગયું અને ગળાના ભાગે વાગતા ગળાની નસ કપાઇ ગઇ હતી. આથી લોહીના ફુવારા ઉડયા હતાં.

ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં જ તે બહાર દોડયો હતો અને ઢળી પડયો હતો. આથી ઘાયલ યુવાનને હોટલના સ્ટાફ દ્વારા જી.જી.હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ, માર્ગમાં જ તેનું મૃત્યુ નિપજયું હતું. બનાવની જાણ થતાં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, મૃતક યુવાનના પિતા પણ આરામ હોટલમાં કડિયાકામ કરતા હતાં. મૃતક યુવાનની બહેનના એક મહિના પછી લગ્ન હતા જેથી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "રીનોવેશન કરતી વખતે ગ્રાઇન્ડર મશીન છટકતા યુવાનનું નીપજ્યું મોત, પરિવારમાં છવાયો શોકનો માહોલ"

Leave a comment

Your email address will not be published.


*