ઓનલાઇન પ્રેમ કરનારા નવયુવાનો માટે લાલબતી સમાન કિસ્સો: અમદાવાદના યુવકે સુરતની પરિણીતાને બનાવી હવસનો શિકાર

ગુજરાતમાં અવાર-નવાર સગીર યુવતીઓને નરાધમો દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. અમદાવાદના ફેસબુક ફ્રેન્ડે કુંવારો હોવાનું…

ગુજરાતમાં અવાર-નવાર સગીર યુવતીઓને નરાધમો દ્વારા હવસનો શિકાર બનાવવામાં આવતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. અમદાવાદના ફેસબુક ફ્રેન્ડે કુંવારો હોવાનું અને લગ્ન કરવાની લાલચ આપી સુરતના અડાજણની પરિણીતા ઉપર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ મહિલાએ ખટોદરા પોલીસ મથકે નોંધાવી છે. સુરતની પરિણીતાને ફસાવી શારીરિક સંબંધ બાંધ્યાના મોબાઇલમાં પાડેલા બીભત્સ ફોટો આ શબ્સના પત્નીના હાથમાં આવી જતાં પત્નીએ સુરતની યુવતીના પતિને આ ફોટો મોકલી આપતાં પતિએ પરિણીતાને કાઢી મૂકી હતી.

હવે તો બળાત્કાર માટે નથી જોવાથી રાત કે નથી જોવાતો દિવસ. કોઈને કોઈ જગ્યાએથી બળાત્કારની ઘટના ઓ સામે આવતી રહે છે. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારની પરિણીતા સાથે અમદાવાદના યુવકે ફેસબુક પર મિત્રતા કેળવ્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી અલથાણ વિસ્તારની હોટલમાં અંગત પળો માણતી વખતે મોબાઇલમાં ફોટા ક્લીક કરી લીધા હતા. પરંતુ પોતે પરિણીત હોવાનું છુપાવનાર અમદાવાદના યુવાનના આડા સંબંધની જાણ તેની જ પત્નીને થઇ જતા અંગત પળોના ફોટા પરિણીતાના પતિને મોકલી આપતા મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરના અડાજણ વિસ્તારમાં વસવાટ કરતી 2 બાળકોની 34 વર્ષીય માતા ઉપર 2 વર્ષ અગાઉ અધ્યાય પ્રવિણ સોની જે મૂળ પાલડી-વાસણા અમદાવાદનો રહેવાસી છે એ ફેસબુક પર ફ્રેન્ડશીપ રીકવેસ્ટ મોકલાવી હતી અને મેસેન્જર પર વારંવાર મેસેજ કરતો હતો. જોકે પરણિતાએ તેને ક્યારેય રિપ્લાય આપ્યો ન હતો. પરંતુ લોકડાઉન દરમિયાન ભોગબનાર અને તેના પતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા ભોગબનારે અધ્યાય સાથે મેસેન્જર પર વાતચીત કરવાનું શરૂ કર્યુ હતું અને બંન્ને જણાએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. આમ ફેસબુક મિત્રતા વાતચીત દરમિયાન અધ્યાયે પોતે કુંવારો છે એમ કહી મહિલાનેને લગ્ન કરવાની લાલચ આપી સુરત મળવા આવ્યો હતો અને અલથાણની ઉત્સવ બેંકવેટ મેસીમો બિલ્ડીંગની હોટલમાં રોકાયા હતા. બંન્ને વચ્ચે એક જ દિવસમાં ત્રણથી ચાર વખત શરીર સંબંધ બંધાયો હતો. આ દરમ્યાન અધ્યાયે બંન્ને વચ્ચેના અંગત પળોના ફોટા મોબાઇલમાં ક્લીક કરી લીધા હતા.

આ સમગ્ર ઘટના વિષે અધ્યાયની પત્નીને જાણ થતા મોબાઇલમાં ક્લિક કરેલા ફોટા હવસનો ભોગબનારના પતિને મોકલી આપ્યા હતા. પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કંકાશ અંતર્ગત મહિલાના પરપુરૂષ સાથેના અંગત પળોના ફોટા જોઇ પતિ ચોંકી ગયો હતો અને તેને ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલાએ અધ્યાય વિરૂદ્ધ ખટોદરા પોલીસ મથકમાં પોતે પરિણીત હોવા છતા કુંવારો હોવાનું અને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *