મસ્તી મસ્તીમાં મોતને આમંત્રણ આપતા શખ્સનો વિડીયો વાયરલ, જુઓ કેવી રીતે સુતા-સુતા ચલાવી રહ્યો છે બાઈક

Published on Trishul News at 11:40 AM, Mon, 29 May 2023

Last modified on May 29th, 2023 at 12:12 PM

Bike Stunt Viral Video: ઈન્ટરનેટની આ દુનિયામાં લોકો સોશિયલ મીડિયામાં ચમકવા માટે ન કરવાના કારનામાં કરવા લાગે છે અને એ પણ પોતાના તો જીવનને જોખમમાં મુકે છે, પણ સાથે અન્ય કેટલાય લોકોના જીવને પણ જોખમમાં મુકે છે. સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ પર વધુ લાઈક મેળવવા માટે યુવાનો અવારનવાર બાઈક પર સ્ટંટ કરતા હોય છે અને વિડીયો મુક્ત હોય છે. જીવના જોખમે બાઈક પર યુવકો સ્ટંટ કરતા હોય છે તે પ્રકારના અનેક વિડીયો સોશયલ મીડિયામાં વાઈરલ (Bike Stunt Viral Video) થતા હોય છે. ત્યારે આ પ્રકારનો જ વધુ એક વીડિયો જૂનાગઢ (Bike Stunt in Junagadh)ના કેશોદ-માંગરોળ રોડ (Keshod-Mangrol Road) પરથી સામે આવ્યો છે. જેમાં એક યુવક રસ્તા પર સૂતાં સૂતા બાઈક ચલાવતો નજરે ચડી રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, આ વાયરલ વીડિયો કેશોદ-માંગરોળ રોડ પરનો હોવાનું સામે આવ્યું છે. ત્યારે વીડિયોમાં સ્ટંટ કરતો યુવાન બાઈક પર સૂતો સૂતો બાઈક ચલાવી રહ્યો છે અને તેની પાછળ આવતી બીજી બાઈક પર અન્ય બાઈક ચાલક આ વીડિયોને પોતાના ફોનમાં શૂટ કરી રહ્યો છે.

મહત્વનું છે કે, વિડીયોમાં જોઈ શકાય છે કે, આ યુવક પોતાના જીવની સાથે રસ્તાં પર પસાર થતાં લોકોની જાન જોખમમાં મૂકી રહ્યો હતો. મસ્તી મસ્તીમાં જાણે મોતને નોતરું  આપી રહ્યો હોય તે પ્રમાણે યુવક સ્ટંટબાજી કરી રહ્યો છે. જાહેર માર્ગ પર આવી રીતે યુવકે બાઈક ચલાવતા અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાયા હતા.

હાલમાં તો પોલીસ દ્વરા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. યુવાનોમાં બાઈક પર સ્ટંટ કરવાનું ભૂત ચડ્યું હોય તેમ જાહેર રસ્તા પર આવા સ્ટંટના વિડીયો અવારનવાર સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં હોય છે. જોખમી રીતે સ્ટંટની આ પ્રથમ ઘટના નથી. આ અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "મસ્તી મસ્તીમાં મોતને આમંત્રણ આપતા શખ્સનો વિડીયો વાયરલ, જુઓ કેવી રીતે સુતા-સુતા ચલાવી રહ્યો છે બાઈક"

Leave a comment

Your email address will not be published.


*