ફરી શર્મસાર થયું ગુજરાત! પ્રેમ લગ્નમાં જીવતી સળગી યુવકની માતા- વહુના પિયરવાળાએ પાર કરી તમામ હદો

ગુજરાત(GUJARAT): રાજ્યમાં આવેલા કચ્છના નખત્રાણા તાલુકાના વિજપાસર ગામમાં પ્રેમલગ્ન બાબતે એક મહિલાને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. ઘટના એમ હતી કે, યુવતીના પ્રેમલગ્નથી…

ગુજરાત(GUJARAT): રાજ્યમાં આવેલા કચ્છના નખત્રાણા તાલુકાના વિજપાસર ગામમાં પ્રેમલગ્ન બાબતે એક મહિલાને જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. ઘટના એમ હતી કે, યુવતીના પ્રેમલગ્નથી પરિવારજનો ઉશ્કેરાયેલા હતા અને ત્યારે યુવકના ઘરમાં ઘૂસીને માતાને પરિવારજનોએ જીવતી સળગાવી દીધી હતી. ત્યારબાદ મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ભુજ ખસેડવામાં આવી હતી. નખત્રાણા પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા તરત જ ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળેલી માહિતી અનુસાર વિજપાસર ગામમાં યુવતીએ પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારે ઉશ્કેરાયેલાં પરિવારજનોએ યુવકના ઘરમાં ઘૂસીને યુવકની 45 વર્ષની માતા સાથે મારકૂટ કરી અને તેના પર પેટ્રોલ અને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અત્રે ઉલેખનીય છે કે, આ ઘટના બની ત્યારે પ્રેમલગ્ન કરનાર બંને યુવક યુવતી નારાજ પરિવારજનોના ડરના કારણે પોલીસની મદદ લેવા પોલીસ સ્ટેશન પર હાજર હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વિજપાસર ગામના હેમંત પરબતભાઈ ચારણીયાને નાના કાદિયા ગામની રિધ્ધિ આશિષભાઈ ઊર્ફે બાબુલાલ શેખા નામની યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો અને બંને લગ્ન કરવા ઈચ્છતાં હતાં. પરંતુ યુવતીના પરિવારજનોને આ લગ્નની વિરુધ હતા. રિધ્ધિએ પરિવારજનોના વિરોધ વચ્ચે ત્રણ મહિના પહેલા હેમંત સાથે ગુપચુપ રીતે સત્તાવાર લગ્ન કર્યા હતા.

જયારે પરિવારજનોને આ લગ્નની જાણ થશે ત્યારે રિધ્ધિના પરિવારજનો ખુબજ વિરોધ કરશે તે ડરે હેમંત અને રિધ્ધિ બંને આજે નખત્રાણા પોલીસ મથકે પહોંચ્યાં હતા. રિધ્ધિ અને હેમંતએ પોલીસને તેમના લગ્ન અંગે વાત કરી અને તેમના પર ખોટાં કેસ થવાની અને પરિવારજનો દ્વારા અલગ કરી દેવાની વાત પણ વર્ણવી હતી.

ત્યારે સાંજના સમયે રિધ્ધિનો ભાઈ, બે બહેનો, માતા અને પંદરેક સ્ત્રી-પુરુષો હેમંતના ઘરે ઘુસી ગયા હતા. હેમંતના ઘરે 45 વર્ષની માતા રાધાબેન અને દાદા મેઘજીભાઈ સાથે ધોકાથી મારકૂટ કરી હતી. રોષે ભરાયેલા રિધ્ધિના પરિવારજનોએ હેમંતના માતા રાધાબેનની હત્યા કરવાના હેતુસર તેમના પર પેટ્રોલ અને કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતાં તે બળવા માંડ્યાં હતા.

ત્યાર બાદ મારી નાખવાની પણ ધમકી આપી હતી અને ત્યાંથી નાસી ગયા હતા. ગંભીર રીતે બળી જતા હેમંતના માતાને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વિવિધ કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *