લગ્ને લગ્ને કુંવારી કન્યા: દર 10 દિવસે ફેરવે છે વરરાજો, પૈસા પડાવવા એવો માસ્ટર પ્લાન બનાવે કે… પોલીસ પણ ગોથું ખાઈ જાય

રાજસ્થાન(Rajasthan): હનુમાનગઢ(Hanumangarh)માં એક યુવતી પર એક મહિનામાં ત્રણ વખત લગ્ન કરીને વરને લૂંટવાનો કેસ નોંધવામાં આવ્યો છે. દુલ્હન અને તેનો સાથી એટલા હોશિયાર છે કે,…

રાજસ્થાન(Rajasthan): હનુમાનગઢ(Hanumangarh)માં એક યુવતી પર એક મહિનામાં ત્રણ વખત લગ્ન કરીને વરને લૂંટવાનો કેસ નોંધવામાં આવ્યો છે. દુલ્હન અને તેનો સાથી એટલા હોશિયાર છે કે, લગ્ન પહેલા પણ પૈસા પડાવી લેતા હતા. લગ્ન પછી કન્યા તેના સાસરે 5-6 દિવસ રહેતી અને ભાગી જતી. આ પછી ટોળકીએ યુવકને અન્ય શહેરમાં શોધીને તેને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો.

પોલીસે આરોપી યુવતીને શોધવા માટે ટીમ બનાવી છે. તેના પરિવાર વિશે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. રાજસ્થાનમાં વરરાજા સાથે લૂંટ અને ફરાર થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવા કિસ્સાઓ પોલીસ માટે પણ પડકાર બની ગયા છે. આવા ગુનાઓ હવે ગેંગ બનાવીને આચરવામાં આવે છે.

પોલીસે જણાવ્યું કે, દુલ્હન અને તેના સાથીએ 3થી વધુ લોકો સાથે લગ્ન કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. ગોગામેડી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અજય કુમારે જણાવ્યું કે, નેઠરાના ગામના નેકી રામ (35) દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમને જણાવ્યું કે, તેના લગ્ન થઈ શકતા ન હતા. આ દરમિયાન, તેમના ગામના કમલેશે તેમને જણાવ્યું કે એક ગરીબ મુસ્લિમ યુવતી તેની ધર્મની બહેન છે. તેના માતા-પિતાનું મોત થઈ ગયું છે અને તે તેની સાથે નેઠરાનામાં જ રહે છે.

કમલેશે જણાવ્યું કે, તેના લગ્ન તે યુવતી સાથે કરાવી દેશે, પરંતુ તેના બદલામાં તેને 1 લાખ 50 હજાર રૂપિયા આપવા પડશે. કોર્ટ-કચેરીનો જે ખર્ચ થશે તે પણ આપવો પડશે. નેકી રામે કમલેશને લગ્ન માટે હાં કરી તો તે તેને પોતાના ઘરે લઈ ગયો અને એક યુવતી સાથે મુલાકાત કરાવી.

યુવતીએ કહ્યું કે, તેનું નામ શબનમ છે, તેના પિતાનું નામ નવાબ ખાન છે અને તેઓ હનુમાનગઢની પારીક કોલોનીમાં રહે છે. જે બાદ 13 મે 2022ના રોજ કમલેશ અને શબનમ નેકી રામને ભાદરા કોર્ટમાં લઈ ગયા. જ્યાં કમલેશે તેના અને શબનમના લગ્ના અંતર્ગત 500 રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરાવ્યું.

નેકી રામે જણાવ્યું કે, કમલેશે લગ્નના બદલામાં રોકડા 1 લાખ 5 હજાર રૂપિયા, કોર્ટ ખર્ચ માટે 10 હજાર રૂપિયા અને શબનમને કપડાં સહિત અન્ય વસ્તુઓ આપવાના નામે 30 હજાર રૂપિયા લીધા હતા. જે બાદ તે અને શબનમ નેઠરા આવ્યા હતા. શબનમ લગભગ 6 દિવસ સુધી તેની સાથે ઘરે રહી. જે બાદ એક દિવસ કમલેશે કહ્યું કે, હું સવારે આવીશ, કમલેશ કાર લઈને આવ્યો અને શબનમને પોતાની સાથે લઈ ગયો. નેકી રામે પણ વિશ્વાસ કરીને શબનમને કમલેશ સાથે મોકલી.

બીજા દિવસે જ્યારે તે કમલેશના ઘરે ગયો ત્યારે તેને શબનમ મળી ન હતી. મેં કમલેશને પૂછ્યું તો તેણે કહ્યું કે તે એક-બે દિવસમાં આવી જશે, પરંતુ 15-20 દિવસ પછી પણ શબનમ પાછી ન આવી. આ દરમિયાન તેને ખબર પડી કે કમલેશે શબનમના લગ્ન ખચવાના (હનુમાનગઢ)માં કરી દીધાં છે. આ અંગે તેણે કમલેશને શબનમનું ઘર વસાવવામાં મદદ કરવા જણાવ્યું હતું.

જેને લઈને કમલેશે કહ્યું કે, આ તો તેનો ધંધો છે. તેને શબનમને તેની સાથે મોકલીને છેતરપિંડી કરી. હવે શબનમ તેની પાસે પરત નહીં આવે. જ્યારે નેકી રામ લગ્નના બદલામાં આપેલા 1 લાખ 65 હજાર રૂપિયા પાછા માગ્યા તો કમલેશે રૂપિયા આપવાનો પણ ઈનકાર કરી દીધો.

આરોપી યુવકે અપરિણીત યુવકોની માહિતી એકઠી કરી. તેમનો સંપર્ક કરી તેના ધર્મની બહેન સાથે લગ્ન કરવાની વાત કરી હતી. તે અલગ-અલગ ખર્ચના નામે દોઢથી બે લાખ રૂપિયા વસૂલતો હતો. આરોપી યુવક અપરિણીત યુવકોના પૈસાથી હજારો રૂપિયાના કપડા પણ ખરીદતો હતો. જે બાદ કોર્ટમાં સ્ટેમ્પ પેપર પર યુવતી લગ્ન કરતી. લગ્નના 5-6 દિવસ બાદ યુવક તેને કોઈ બહાને પોતાની સાથે લઈ જતો હતો અને પછી બીજે લગ્ન કરી લેતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *