હજુ તો બાળક દુનિયામાં આવ્યું ત્યાં તો ક્રૂર જનેતાએ પોતાના પાપ છુપાવવા નવજાત બાળકીને તરછોડી મુક્યું

અમદાવાદ(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા વધી ગયા છે જેમાં પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકોને પણ છોડી દેવામાં આવતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો…

અમદાવાદ(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા વધી ગયા છે જેમાં પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકોને પણ છોડી દેવામાં આવતા હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો અમદાવાદ(Ahmedabad)માંથી સામે આવ્યો છે. જેમાં શહેરના વેજલપુર(Vejalpur)ના શ્રીનંદ નગર એપાર્ટમેન્ટ(Srinand Nagar Apartment)ની સીડીમાં બાળક રડવાનો અવાજ આવતો હતો. જેથી આસપાસ રહેતી એક મહિલાએ બહાર આવીને જોયું તો નવજાત બાળક(Newborn baby) રડતુ હતું. એટલામાં સીડીમાંથી કોઈનો ઉતરવાનો અવાજ આવ્યો અને બુમો પડતા સ્થાનિકો દ્વારા મહિલા(Women)ને પકડી પાડવામાં આવી હતી.

ત્યારબાદ આ મહિલાએ નવજાત બાળક તેનું જ હોવાનું અને કુંવારી માતા બનતા બાળક તરછોડ્યું હોવાનું કબુલ્યું હતું. આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. જ્યારે બાળકને સારવાર માટે લઈ જવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, શ્રીનંદ નગર એપાર્ટમેન્ટના બીજા મળે સવારના સમયમાં રોજની જેમ લોકો ઘરની બહાર નીકળી રહ્યા હતા. ત્યારે કોઈ બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ અવાજ સાંભળીને આસપાસની મહિલાઓ જ્યાં બાળક રડતું હતું તે સ્થળે પહોંચી હતી. બાળકને રડતું જોઈને મહિલા બુમાબુમ કરવા માંડી હતી.

આ દરમિયાન, સીડીમાંથી એક યુવતી દોડતી સોસાયટીના ગેટ તરફ જતી હતી. પરંતુ, સ્થાનિકો દ્વારા બુમાબૂમ કરવામાં આવતા લોકોએ યુવતીને પકડી લીધી હતી. જાણવા મળ્યું છે કે, આ યુવતી મિઝોરમની રહેવાસી છે. તે અહીં સ્પામાં કામ કરતી હતી. તેને સુનિલ નામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો અને તે ગર્ભવતી બની પણ સુનિલ તેને મૂકીને જતો રહ્યો હતો. બાદમાં સુનિલના કોઈ પતો ન લાગ્યો અને ત્યારે યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને જન્મ તો આપ્યો પણ કુંવારી માતા હોવાથી તે કઈ રીતે બાળકને રાખશે તે જાણીને આ એપાર્ટમેન્ટમાં બાળકને મૂકી ગઈ હતી. પરંતુ, લોકોએ પકડી લેતા હાલ પોલીસ દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *