સુરતમાં એમડી ડ્રગ્સ મામલે મંગળવારે ઝડપાયેલ એક યુવકે કર્યો મોટો ચોંકાવનારો ખુલાસો

સુરતમાં હાલ ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ડ્રગ્સનો મામલો ખૂબ ચર્ચામાં રહેલો છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચે ગયા મંગળવારે એક યુવકને મામલે ઝડપી પાડયો…

સુરતમાં હાલ ગુનાખોરીના બનાવો વધી રહ્યા છે. તેમાં પણ ડ્રગ્સનો મામલો ખૂબ ચર્ચામાં રહેલો છે. એવામાં ક્રાઈમ બ્રાન્ચે ગયા મંગળવારે એક યુવકને મામલે ઝડપી પાડયો હતો.

આ યુવાન ઝડપાતા મોટા ખુલાસાઓ થયા છે. પકડાયેલી વ્યક્તિની પૂછપરછ કરાતા એમડી ડ્રગ્સ કડોદરા વિસ્તારમાં બનતા હોવાની તેણે કબૂલાત કરી હતી. તેણે કરેલા ખુલાસા ને આધારે કડોદરા જીનવાલા કમ્પાઉન્ડમાં પ્લોટ નંબર ઈનો ઉપરનો માળ ભાડે રાખી તેમાં જુદા જુદા કેમિકલ પદાર્થો અને પ્રવાહી ના મિશ્રણ તથા જરૂરી પ્રોસેસ કરીને ડ્રગ્સ બનાવતો હતો.સંકેત અસલાલી યા નામના ઝડપાયેલા આરોપી ને સાથે રાખી ઉપરના સ્થળે એફ.એસ.એલ અધિકારીઓએ રેડ કરી હતી.

રેડ દરમિયાન પોલીસને જુદા જુદા કેમિકલ તથા પ્રોસેસ માટેના જુદા જુદા સાધનો મળી આવ્યા હતા. આ તમામ સાધનો ને કબજે કરી પોલીસે એફએસએલ કચેરી ખાતે મોકલી આપ્યા છે.

કરોડો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ કડોદરામાં બનતો હોવાની વાત સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *