‘ગવર્નમેન્ટ ઓફ ગુજરાત’ લખેલી ગાડી લઇ જીવલેણ સ્ટંટ કરવો 20 વર્ષીય યુવકને મોંઘો પડી ગયો- જુઓ વિડીયો

સ્ટંટ (Stunt)ના વિડીઓ અવાર નવાર સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતા જ હોય છે. લોકો જીવલેણ સ્ટંટ જાહેર રોડ પર કરતા જોવા મળતા હોય છે.…

સ્ટંટ (Stunt)ના વિડીઓ અવાર નવાર સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થતા જ હોય છે. લોકો જીવલેણ સ્ટંટ જાહેર રોડ પર કરતા જોવા મળતા હોય છે. જેમાં ક્યારેક એવા લોકોને સ્ટંટ કરવા ભારે પડી જતા હોય છે. હાલ એવો જ એક વિડીઓ વાયરલ(Viral) થઈ રહ્યો છે. ગુજરાતમાં પોલીસ ખાસ ડ્રાઈવ યોજીને લોકોને ટ્રાફિકના નિયમો (Traffic rules)નો અમલ કરાવે છે, જયારે અહીં આ યુવક સરેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતો દેખાઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી મહિતી મુજબ, અમદાવાદમાં મકરબા નાયરા પેટ્રોલ પંપથી જુહાપુરા ચાર રસ્તા પાસે પાણીની ટાંકી સુધી જાહેર રોડ પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખેલી GJ-09-BG-1910 નંબરની કારનો ચાલક સિદ્ધાર્થ ગઢવી આગળની સાઈડનો ડાબી બાજુનો દરવાજો ખુલ્લો રાખીને કાર ચલાવતો હોય એવો વીડિયો સામે આવ્યો છે. તેની આ હરકતને કારણે જીવનું જોખમ ઉભું થાય એમ હતું. તેથી એમ ડિવિઝન ટ્રાફિકમાં ગાડીના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે.

ગુજરાત ટૂરિઝમમાં ગાડી ફેરવતા યુવકે ટ્રાફિક નિયમ તોડ્યો:
જાણવા મળ્યું છે કે, આ કારનો ઉપયોગ ગુજરાત ટૂરિઝમમાં થતો હતો. ગાડી ચલાવનાર 20 વર્ષીય સિદ્ધાર્થ સતીષભાઈ ગઢવી નામનો યુવક ગાંધીનગરના મહાદેવપુરા છાલાનો રહેવાસી છે. આ અંગે ટ્રાફિક ડિવિઝનના JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે આ ગાડીનો વીડિયો સામે આવતાં જ કાર્યવાહી શરૂ કરાઈ હતી. ગાડી પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખી જ ના શકાય, પરંતુ આ ડ્રાઈવર તેની ગાડી પર ગવર્નમેન્ટ ઓફ ગુજરાત લખીને હાઈવે પર ફરતો હતો. તેની સામે M ડિવિઝન ટ્રાફિક દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *