ચાલતા ચાલતા અચાનક જમીનમાં સમાઈ ગયો યુવક, દ્રશ્યો જોઇને તમારું હ્રદય પણ કંપી ઉઠશે

ઝારખંડ: તાજેતરમાં ઝારખંડમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે અવી રહ્યો છે. જેમાં ધનબાદ જિલ્લામાં રવિવારે સવારે એક ભયાનક ઘટના બનવા પામી હતી. જાણવા મળ્યું છે…

ઝારખંડ: તાજેતરમાં ઝારખંડમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે અવી રહ્યો છે. જેમાં ધનબાદ જિલ્લામાં રવિવારે સવારે એક ભયાનક ઘટના બનવા પામી હતી. જાણવા મળ્યું છે કે, શૌચ માટે જતો યુવક અચાનક જ જમીનની અંદર સમાઈ ગયો હતો. જ્યારે લોકોએ આ દ્રશ્ય જોયું, ત્યારે તેઓ પણ ભયથી કાંપવા લાગ્યા. કોઈને કઈ સમજ ન આવ્યું કે આખરે શું થયું. આ દરમિયાન, લોકો સ્થળ પર જવાની હિંમત પણ ભેગી કરી શક્યા ન હતા.

જણાવી દઈએ કે, આ કેસ ધનબાદ જિલ્લાના કેંદુઆડીહ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. અહીંયા બીસીસીએલના આઉટસોર્સિંગ પ્રોજેક્ટના કિનારે એક યુવક જીવતો જમીનમાં સમાઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યુ છે કે, અહીંનો રહેવાસી ઉમેશ પાસવાન આજે સવારે શૌચક્રિયા માટે જી રહ્યો હતો. અચાનક મોટા ધડાકા સાથે તેના પગ નીચેથી જમીન ફાટી ગઈ. ઉમેશ પાસવાન જ્યાં સુધીમાં કંઈક સમજે ત્યાં સુધીમાં તે જીવતો ખાડામાં પડી ગયો.

આ ખાડામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. શું થયું તે કોઈ સમજી શક્યું નહીં. આ દૃશ્ય જોતાં જ સ્થળ ઉપર ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે, લોકો સ્થળ પર જવાની હિંમત કરી શક્યા નહીં. આ દરમિયાન, ત્યાંથી પસાર થઈ રહેલા ઉમેશ પાસવાનના ભાઈએ આ નજારો જોયો ત્યારે તેના પણ હોશ ઉડી ગયા હતા. ત્યારે પોતાના ભાઇને બચાવવા તે કંઈ વિચાર્યા વગર જ સ્થળ તરફ દોડી ગયો. તેણે પોતાના ભાઈને ખાડામાંથી બહાર કાઢવા સખત પ્રયાસ શરૂ કર્યા હતા.

આ દરમિયાન, યુવકને એકલા પોતાના ભાઈની જિંદગી બચાવવા માટે લડતો જોઈને અન્ય લોકો પણ ત્યાં આવી પહોચ્યા હતા. જાણવા મળ્યું છે કે, સખત મહેનત બાદ ખાડામાંથી આ યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો. તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બનાવની માહિતી મળતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા સ્થળની તપાસ કર્યા બાદ આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *