આ મહિલાએ એવું તો શું કર્યું કે, થોડા જ સમયમાં ઉતારી નાખ્યું કેટલાય કિલો વજન- જાણી ચોંકી જશો

હાલમાં આપણે સૌ જાણીએ જ છીએ કે, ઠંડીની સિઝન ચાલી રહી છે અને દેશના ઘણાં ભાગોમાં કડકડતી ઠંડીએ જોર પણ પકડ્યું છે. આ દરમિયાન લોકો…

હાલમાં આપણે સૌ જાણીએ જ છીએ કે, ઠંડીની સિઝન ચાલી રહી છે અને દેશના ઘણાં ભાગોમાં કડકડતી ઠંડીએ જોર પણ પકડ્યું છે. આ દરમિયાન લોકો ટેસ્ટી ખાવાનું વધારે પસંદ કરે છે. પરંતુ સાવધાન રહેજો આ સિઝનમાં મોટા પ્રમાણમાં હાઈ કેલેરિઝ ડાઈટના કારણે વજન વધવાની સમસ્યા થઈ શકે છે. આ દરમિયાન જો લોકડાઉન દરમિયાન ઘરમાં રહીને તમારું વજન વધી ગયું છે અને તમારી જિંદગી આરામદાયક બની ગઈ છે તો અમે તમારા માટે એક રોમાંચક કહાની લાવ્યા છીએ. જો તમે પણ પોતાનું વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે 23 કિલો વજન ઘટાડનારી આ યુવતીને જરૂર મળવુ જોઈએ. તમેં આ વાતનો વિશ્વાસ નહિ કરો પરંતુ ક્યારેક 82 કિલો વજન ધરાવનાર મુદિતા યાદવે ફક્ત 9 મહિનાની અંદર 23 કિલો વજન ઘટાડ્યું હતું.

આજે અમે તમને આ ફિટનેસ મુસાફરીમાં મુદિતા યાદવની કહાની બતાવવા જઈ રહ્યા છે. જેમણે વજન ઘટાડવા માટે ભારે મહેનત કરી હતી. મુદિતાએ વજન ઘટાડીને એવું ફિગર બનાવ્યું કે, તમે વિચારી નહિ શકો. સમય ન હોવા છતાં તેમજ કામનું પ્રેશર પણ હોવા છતાં તેણે વર્કઆઉટ અને રનિંગ કરવાનું છોડ્યું નહીં. 38 વર્ષની મુદિતા એટલી બધી ફિટ થઈ ગઈ છે કે, ઘણીવાર લોકો તેની ઉંમર નક્કી કરવામાં પણ અટવાય જાય છે. એક કંપનીમાં સીનિયર મેનેજર તરીકે કામ કરી રહેલી આ મુદિતા હવે 25 વર્ષની લાગે છે.

મુદિતાએ જણાવ્યું કે, તેણે વજન ઘટાડવાની શરૂઆત કરી ત્યારે તેના માટે શરૂઆતના 2-3 મહિના બહુ જ મુશ્કેલી ભર્યું હતું. કારણ કે, રિઝલ્ટ એટલું જલ્દી જોવા મળતું નહોતું તો પણ ખુબ જ મહેનત કરીને મુદિતાએ તેની કમરની સાઈઝ 36 ઈંચથી ઘટાડીને 28 ઈંચ કરી દીધી હતી. જો તમે પણ પોતાનું વજન ઓછું કરવા માગો છો તો મુદિતા તમારા માટે પ્રેરણા બની શકે છે. મુદિતાનો ડાઈટ અને રૂટીન બહુ જ સરળ અને ઘરેલૂ છે જેથી તેને દરેક વ્યક્તિ ફોલો કરી શકે છે.

વર્ષ 2010માં જ્યારે મુદિતા લંડનમાં રહેતી હતી ત્યારે તેનું વજન ખુબ જ વધી ગયું હતું. કારણ કે, લંડનમાં અતિશય ઠંડી હોવાને કારણે તે ઘરમાં જ રહેતી હતી. આ દરમિયાન તેનું વજન વધી ગયુ હતું. તેનું વજન 80 કિલોથી પણ વધારે થઇ ગયું હતું ત્યારબાદ તેણે વજન ઘડાટવાનું નક્કી કરી લીધુ હતું. મુદિતાએ સૌ પ્રથમ વોક કરવાનું શરૂ કર્યું હતું જેનાથી 2-3 કિલો વજન ઘટ્યો હતો. ત્યાર બાદ ઈન્ટરવલ રનિંગ કરવાનું શરુ કર્યું હતું અને પછી ધીરે ધીરે સંપૂર્ણ રીતે રનિંગ શરુ કરી દીધું હતું.

તમને જણાવી દઈએ કે, વજન ઘટાડવા માટે અથવા ફિટ રહેવા માટે તમારે દોડવું અસરકારક છે. ફાસ્ટ વોક કરવું અને રનિંગ બન્ને શરીરને ચુસ્ત અને તંદુરસ્ત રાખે છે. મુદિતા વર્કઆઉટની સાથે ડાયટ પણ ફોલો કરતી હતી. તેણે એ પણ જણાવ્યું હતું કે, તે આખા દીવસ દરમિયાન શું ખાય છે.

બ્રેકફાસ્ટ: પાલક અથવા બીટનો રસ, બ્લૂબેરી અને સ્ટ્રોબેરીની સાથે ઓટમીલ અથવા ઈંડાની સાથે એવોકૈડો ટોસ્ટ અથવા ઓછી ખાંડવાળું ફળ.

લંચ: ઓલિવ ઓઈલમાં ટોસ થયેલી ગ્રીન વેજીટેબલની સાથે ચિકન, પનીર, અને સોયા પનીર.જો તમે નોનવેજ નથી ખાતા તો ચિકનની જગ્યાએ પનીર અથવા સોયા પનીરનો પણ ઉપયોગ કરી શકો છો.

સ્નેક્સ: ગ્રીન ટી અથવો કોફી તેમજ સાથે ડ્રાય ફ્રૂટ્સ

ડિનર: ચિકનય ગ્રિલ્ડ ફિશ અથવા બ્રાઉન રાઈસની સાથે સબ્જી અને સોયા પનીર.

મોટાપાના કારણે મુદિતા પીરિયડ્સમાં ઘણીવાર બે થી ત્રણ મહિના લેટ થતી હતી. આ ઉપરાંત જ્યારથી તેણે ફિટનેસ માટે રનિંગ શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધી તેની તારીખમાં કોઈ ફેરફાર આવ્યો નથી. તેણે કહ્યું હતું કે, 10 વર્ષથી મારા મેડિકલનો ખર્ચ 200 અથવા 500 રૂપિયા આવતો હતો અને હવે વજન ઘટાડવાની સાથે તેની હેલ્થ સારી થઈ ગઈ હતી અને બિમારીઓ દૂર થઇ હતી.

મુદિતાએ કહ્યું હતું કે, જ્યારે પણ તેનું મોટિવેશન ડાઉન થતું હતું ત્યારે તે ફેસબુક પર પોતાને 100 દિવસ માટે ચેલન્જ આપતી હતી. તેમાં તે 100 દિવસ સુધી શુગર, પ્રેઝર્વેટિવ, જંક ફૂટ અને આલ્કોહોલ જેવી વસ્તુથી દુર રહેતી હતી. આ દરમિયાન તેણે અન્ય લોકોને પણ પોતાના ચેલેન્જ સાથે જોડવાનું શરૂ કર્યું. મુદિતાએ સોશિયલ મીડિયા પર Sisterhood નામથી એક હેશટેગ શરૂ કર્યું છે. જેમાં તે પોતાનો ડાયટ પ્લાન ફ્રીમાં મહિલાઓની સાથે શેર કરે છે. તે આ બધું ફેમસ થવા નહીં પરંતુ મહિલાઓના ફિટનેસ અવેરનેસ માટે કરતી છે.

મુદિતાએ જણાવ્યું હતું કે, આ ત્યારની વાત છે જ્યારે તેણે બીજીવાર પોતાનું વજન ઘડાટ્યું હતું. આ દરમિયાન તે શીખી કે, શરીરને એક સરખું બનાવી રાખવું જરૂરી છે. જોકે, પહેલા તે પોતાની બોડી ફિટ રાખવા નહોતી માંગતી પરંતુ બેસ્ટ બોડી શેપમાં પોતાને જોવા માંગતી હતી. મુદિતાનું કહેવું છે કે, જો તમારે ફિટ રહેવું છે તો સૌ પ્રથમ ડિસિપ્લિન રાખવું જરૂરી છે. આવું કરવાથી તમે ફિટ નહીં રહો પરંતુ બીજા લોકોની નજરમાં તમારી ઈજ્જત વધારે બનાવી શકશો. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે, એક હેલ્થી લાઈફસ્ટાઈલ અપનાવીને તમે પોતાના બાળકોની અંદર પણ ફિટનેસને લઈને જાગરૂરતા પેદા કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *