વ્યાજખોરોના ત્રાસથી ભાવનગરના રઘુભાઈએ ટુંકાવ્યું જીવન- સુસાઇડ નોટમાં લખ્યું હતું કે…

ભાવનગર(ગુજરાત): વ્યાજખોરોને આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા આધેડએ દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં પછી…

ભાવનગર(ગુજરાત): વ્યાજખોરોને આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં રહેતા આધેડએ દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા. જે ભરપાઈ કર્યાં પછી પણ વ્યાજ સહિત 40 લાખની માંગણી કરવામાં આવી હતી. વહેલી સવારે તેના ત્રાસને કારણે આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

આજે વહેલી સવારે 5 વાગ્યે ઘોઘો જકાતનાકા વિસ્તારમાં રહેતા અને મજુરી કામ કરતા રઘુભાઈ રામજીભાઈ ડુમરાળિયાએ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તેને કારણે તેમને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમનું સવારે 8.30 કલાકે સારવાર દરમિયાન મોત થયું હતું. તેમના ઘરેથી સુસાઈડ મળી આવી છે જેમાં તેમને લખ્યું છે કે, રઘુભાઈએ વ્યાજખોરોએ ત્રાસ આપી, વ્યાજની પઠાણી ઉઘરાણી કરી મરવા મજબુર કર્યો હતો.

સુસાઈડ નોટમાં જણાવ્યા અનુસાર, માનસિંહ હેમંતસિંહ વાળા પાસેથી તેમણે દોઢ લાખ વ્યાજે લીધાં હતા. જેના વ્યાજ સહિત ચાલીસ લાખની માંગણી શારિરીક માનસિક ત્રાસ અને ધમકી આપી માનસિંહ હેમંતસિંહ વાળા અને નિકુલસિંહ હતુભા સરવૈયાએ તેમને મરવા મજબુર કર્યાં હોવાનો ખુલાસો કર્યો છે. તેમના પરિવારજનો તરફથી જાણવા મળતી માહિતી અનુસાર, છેલ્લા 10 વર્ષથી વ્યાજખોરો તેમને ત્રાસ આપતા હતા.

પૈસા, વગ અને પોલિટિકલ પાવરનો ઉપયોગ કરી કોઈ કાર્યવાહી થવા દેતા ન હતા. તેમના ત્રાસ અંગે અગાઉ પણ પોલીસ, કલેકટર અને મુખ્યમંત્રી સુધી રજુઆત કરવા છતાં કંઈ કાર્યવાહી થઈ ન હતી. આજે પોલીસે રઘુભાઈએ અપઘાત કરી લીધાં પછી પણ માત્ર અરજી લઈને સંતોષ માન્યો હતો. વ્યાજખોરો દ્વારા અવારનવાર મૃતક રઘુભાઈને પાઠાણી ઉઘરાણી કરી ધમકી આપવામાં આવતી હતી કે તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું, અમારા રૂપિયા આપી દે નહીતર તારૂં મકાન અમને ખાલી કરી દે.

રઘુભાઈના પુત્રના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 વર્ષથી તેમના તથા તેમના ભાગીદારો દ્વારા મારા પિતાને માનસિક ત્રાસ આપી મારા પિતાને મરવા મજબુર કર્યાં છે અમે અમારુ જણ ગુમાવ્યું છે. બસ અમને ન્યાય મળે એ જ અમારી માંગ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *