વાંચો: પાટીલના કૃષ્ણ સુભદ્રા નિવેદન બાદ મોઢું સીવીને બેસેલા આહીર સમાજના પ્રમુખને યુવાને લખ્યો ખુલ્લો પત્ર

હાલમાં સી આર પાટીલે શ્રી કૃષ્ણ અને સુભદ્રા ને પતિ પત્ની ગણાવતા આહીર સમાજ સહીત સમગ્ર હિંદુ સમાજમાં રોષનો માહોલ છે ત્યારે એક આહિર યુવાને…

હાલમાં સી આર પાટીલે શ્રી કૃષ્ણ અને સુભદ્રા ને પતિ પત્ની ગણાવતા આહીર સમાજ સહીત સમગ્ર હિંદુ સમાજમાં રોષનો માહોલ છે ત્યારે એક આહિર યુવાને પોતાના સમાજના પ્રમુખ અને ભાજપના કટ્ટર સમર્થક તેમજ નિવૃત્ત Dysp આર એચ હદીયાને એક પત્ર લખ્યો છે જે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જે અહી શબ્દશઃ રજુ છે.

પ્રતિશ્રી,
માનનીય નીડર વડીલ શ્રી આર.એચ. હડિયા સાહેબ,

વિષય:- સતાપક્ષના ગુજરાત અધ્યક્ષ ના વિવાદાસ્પદ બયાન બાબતે..
સવિનય સાથ જણાવવા નું કે ભૂતકાળમાં આપશ્રીના કલરફુલ પત્રો ઘણા વાંચ્યા છે. કોઈ સારા તો કોઈ વિવાદાસ્પદ રહ્યા છે. વોટ્સએપ ના માધ્યમથી આ પત્ર લખવાનો મારો મૂળ હેતુ એ છે કે વર્તમાન સમયમાં મીડિયાના માધ્યમથી જાણવા મળ્યુ છે કે ગુજરાત માં સતાપક્ષ ના પક્ષ પ્રમુખ નું વિવાદાસ્પદ તેમજ અતિ નિંદનીય કહીએ તો પણ અતિશયોક્તિ નથી તેવું બયાન તાજેતરમા સામેં આવેલ છે.

આપશ્રી એ ભૂતકાળમાં તમારા મતે જે જે લોકો એ સમાજ કે ધર્મને નુકસાન કરે એવું કોઇપણ કાર્ય કર્યું હોય તેને તમે કડક ભાષા માં જડબાતોડ જવાબ આપો છો. હિંદુ ધર્મના જે મહાન ગ્રંથ શ્રીમદ્દ ભાગવત, મહાભારત કે પુરાણો માં કૃષ્ણ અને રૂક્ષમણી ના વિવાહની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને કહેવાતા હિંદુવાદી નેતાએ કહ્યું છે કે કૃષ્ણ અને શુભદ્રા (કે જેઓ ભાઈ બહેન છે) ના વિવાહ થયા હતા આથી ગ્રંથોના અભ્યાસ કર્યા વગર કહેવાતા હિંદુવાદી નેતાઓને તમારી કડક ભાષામાં કલરફુલ પત્ર લખો એવી આપશ્રી ને વિનંતી છે. અને જો તમે પત્ર નહિ લખો તો સમાજ એવું માનશે કે આપશ્રી નિર્બળ લોકોની વિરુદ્ધ તો પત્રો લખો છો પરંતુ સબળ અને બાહુબલી લોકો સામે પત્ર લખવાની આપની હિંમત ચાલતી નથી.

અંત માં એવું કહીશ કે કલરફુલ લખાણ વાળા હિંમતવાન અને નીડર સાહેબ કલરફુલ લેટર લખી ને સી.આર.પાટીલ પાસે માફીનામાની માંગ કરશે કે કેમ ????
લી. આહીર બિરાદરી નો યુવાન અશોક બી. સીસારા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *