ભાજપના અન્નતા દિવસે આમ આદમી પાર્ટી સુરત દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ, સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા જેને લીધે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયા જેને લીધે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યા છે. ત્યારે રૂપાણી સરકારના શાસનના પાંચ વર્ષ નિમિત્તે તારીખ 1 ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, 2 ઓગસ્ટ સંવેદના દિવસ, 3 ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, 4 ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, 5 ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, 6 ઓગસ્ટ રોજગાર દિવસ, 7 ઓગસ્ટ વિકાસ દિવસ, 8 ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એમ અલગ અલગ દિવસે કાર્યક્રમો ઉજવવામાં આવી રહ્યા છે.

ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી 3 ઓગસ્ટ અન્નોત્સવ દિવસ નિમિતે ઉજવી રહી છે ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના લોકો જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અનાજ આપે છે. ત્યારે તેમના વિરોધમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવે છે.

ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તાર ખાતે આજ રોજ એટલે કે તારીખ 3 ઓગસ્ટ અન્નોત્સવ દિવસનો આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સરકાર પર આક્ર પ્રહાર કરતા કહ્યું કે, સરકારી સ્કુલમાં લોકોને અનાજ તો આપવામાં આવે છે પણ માત્ર ને માત્ર ભાજપના લોકોને અને ભાજપના કાર્યકર્તાઓને જ આપવામાં આવે છે. આ અંગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનર લઈને વિરોધ નોંધાવ્યો હતો. જે બેનરમાં લખ્યું છે કે, સરકારી કાર્યક્રમના બહાને ફક્ત ભાજપના જ લોકોને બોલાવીને પાર્ટીનો પ્રચાર કરવામાં આવે છે. સાથે લખ્યું છે કે, શાળાઓનો દુરુપયોગ કરવાનું બંધ કરો. શિક્ષણનું ભાજપીકરણ બંધ કરો.

એક બાજુ ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષ પૂર્ણ થયા તેમની ઉજવણી અલગ અલગ દિવસો ઉજવીને કરી રહી છે, જયારે બીજી બાજુ આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીની સરકારના પાંચ વર્ષની નિષ્ફળતા ઉજાગર કરવાના કાર્યક્રમો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *