સુરતમાં આમ આદમી પાર્ટીનું વધતું જતું જોર, ભાજપ દલિત મોરચાના મોટા નેતાએ પકડ્યું જાડું

Published on: 6:51 pm, Sun, 20 September 20

ગુજરાતમાં આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. જેની તૈયારી માં  કોઈ કચાસ ન રાખતા અરવિંદ કેજરીવાલની  આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પુરજોશથી પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે એ જ કડીમાં આજરોજ સુરતના ડભોલી- સિંગણપોરમાં આમ આદમી પાટીઁ દ્વારા જન-સપકઁ કાયાઁલયનુ ઉદઘાટન કરાયુ હતુ.ઉદઘાટન પ્રસંગે AAP ગુજરાતના પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણી, સુરત શહેર પ્રભારી રામ ઘડુક, સુરત શહેર પ્રમુખ લક્ષ્મણભાઇ સુખડીયા, સુરત શહેર ઉપાઘ્યક્ષ દિનેશ ગાબાણી સહિતના મહાનુભાવો તેમજ વોડઁ નં:8 ના તમામ પદાઘીકારીઓ અને કાયઁકતાઁઓ ઉપસ્થીત રહ્યા હતા

ઉદઘાટન પ્રસંગે AAP ગુજરાત પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં 25 વષઁથી ચાલતા ભાજપના ભષ્ટ્રાચારી,તાનાશાહી,બેદરકાર અને રેઢીયાળ શાસનથી ગુજરાતના દરેક વગઁના લોકો હવે ખુબ જ કંટાળ્યા છે અને ત્રાસી ગયા છે,વિરોઘપક્ષે કોગ્રૈંસ પણ વિરોઘપક્ષ તરીકે તદ્દન નિષ્ફળ નિવડી છે,લોકોના પ્રશ્નો ઉઠાવવામાં કોગ્રૈંસને જે ભુમીકા નિભાવવાની હોય ત્યા કોગ્રૈંસ પણ જાણે ભાજપની ભાગીદાર હોય અને ભાજપના ઇશારે ચાલતી હોય એવી રીતે ચુપ બેસીને તમાશો જોઇ રહી છે

 

પ્રવક્તા યોગેશ જાદવાણીએ વઘુમાં જણાવ્યુ હતુ કે કતારગામના લોકોને પડતી મુશ્કેલીઓ બાબતે કોઇપણ સામાજીક આગેવાન,જાગૃત નાગરીક કે અન્ય પક્ષનો કોઇ કાયઁકતાઁ કોઇ પ્રશ્ન ઉઠાવે કે રજુઆત કરે તો પણ કતારગામ વિઘાનસભાના ભાજપના ઘારાસભ્ય,કોપોઁરેટરો અને પદાઘીકારીઓ તે વ્યકત્તી પર પોલીસ દ્વારા ખોટા કેસો કરાવી,ઘાક-ઘમકીઓ અપાવીને તે વ્યક્તીનો અવાજ દબાવાની કોષીષ કરીને પોતાની મનમાની અને દાદાગીરીનુ શાસન ચલાવી રહ્યા છે ત્યારે કતારગામના યુવાનો વઘુ જાગૃત બને અને નિભઁય બનીને વઘુ મજબુતાઇથી આગળ વઘે ને કતારગામમાં ચાલતા આ પ્રકારના ભાજપના શાસન સામે નિડર બની ને અવાજ ઉઠાવે એવી હાકલ જાદવાણીએ કરી હતી.

તેમજ આ કાયાઁલયના ઉદઘાટન પ્રસગેં વોડઁ નં:8 ના ભાજપ-કોગ્રૈંસના કાયઁકતાઁઓ અને રાજકીય-સામાજીક આગેવાનો પણ મોટી સંખ્યામાં AAP માં જોડાયા હતા.

ગત અઠવાડિયે જ ભાજપના દલિત મોરચાના મહામંત્રી રહેલા ધનજી વિરાસે આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે. ગોપાલ ઇટાલિયાના આમ આદમી પાર્ટીમાં પ્રવેશ બાદ ગુજરાતમાં યુવા જોડો ઝુંબેશ હેઠળ અત્યાર સુધી માત્ર સુરતમાં જ 25 હજારથી વધુ યુવા શિક્ષીતોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે. અને સુરત શહેરના આમ આદમી પાર્ટીના નેતાઓ વોર્ડ અનુસાર કાર્યાલયોના શુભારંભ કરીને ભાજપ કોંગ્રેસને કડી ટક્કર આપીને પ્રજા વચ્ચે પ્રથમ વિકલ્પ બનીને આવી રહ્યા છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ રસ્તાના મુદ્દાઓ લઈને ચાલતી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી આવનાર ચૂંટણીઓમાં નવા સમીકરણો રચીને ઇતિહાસ સર્જે તો નવાઈ નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en