સુરતમાં આપ ના કાર્યકર નેતાઓ ભાજપમાં જોડાતા છેડાયો વિવાદ- ‘હમ આપ કે હૈ કોન?’ ભાજપ આપ આમને સામને

ગુજરાત (Gujarat)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો  પગપેસારો થયો જે ભાજપને સહન નહોતું થયું ત્યારે પ્રદેશ પ્રમુખ બોલેલા કે આપ વાળાઓએ સુરતમાં સોનાની થાળીમાં…

ગુજરાત (Gujarat)માં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)નો  પગપેસારો થયો જે ભાજપને સહન નહોતું થયું ત્યારે પ્રદેશ પ્રમુખ બોલેલા કે આપ વાળાઓએ સુરતમાં સોનાની થાળીમાં લોખંડનો ખીલ્લો માર્યો છે. પરંતુ હવે ભાજપના નેતાઓએ આપના નેતાઓને તોડવાનું શરુ કર્યું છે ત્યારે પોતાના ગઢના કાંકરા ખરતા જોઇને હવે આપના નેતાઓને ખોટું લાગી રહ્યું છે.

સુરતમાં ગઈકાલે આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ત્યારે આમ આદમી પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે આમાંથી એક પણ નેતા કે કાર્યકર આપ સાથે જોડાયેલો નથી. ત્યારે આ બાબતે ત્રિશુલ ન્યુઝની ટીમ દ્વારા આ પક્ષપલ્ટો કરનાર નેતાઓ સાથે વાતચીત કરી ત્યારે ચોંકાવનારા પુરાવાઓ સામે આવ્યા હતા. જેમાં બંને તરફથી પુરાવાઓ રજુ કર્યા જેમાં આપમાંથી ભાજપમાં જોડાયા નેતાનો દાવો સાચો દેખાયો હતો. પરંતુ આમ આદમી પાર્ટીએ રજુ કરેલા પુરાવાઓમાં આ કાર્યકરોને નવા સંગઠનમાં કોઈ હોદ્દો નથી અપાયો તેવું દેખાડવામાં આવ્યું છે. પરંતુ જુના સંગઠન માળખામાં આ કાર્યકરો હોદ્દા પર હતા તેવા સજ્જડ પુરાવા પણ સામે આવ્યા છે.

ભાજપમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને નેતાઓનો દાવો છે કે, તેઓનું કોઈ સાંભળતું નહોતું. કોર્પોરેશન ની ચૂંટણીમાં તેઓએ પોતાના સ્લીપર ઘસી નાખ્યા હતા અને પોતાના ઉમેદવારોને જીતાડ્યા હતા. ત્યારે હવે તેઓનું કોઈ સાંભળતું નથી એટલે પક્ષ પલ્ટો કર્યો છે. બીજી તરફ આપ ના પ્રવક્તાએ કહ્યું કે પક્ષપલ્ટો કરનાર નેતાઓ કે કાર્યકર્તાઓને આપ સાથે કાઈ લેવા દેવા નથી. ભાજપના નેતાઓએ આપ ને બદનામ કરવા પોતાના જ માણસો પાસે આ સ્ટંટ કરાવ્યો છે.

આ બાબતે આપ ના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, સુરત ભારતીય જનતા પાટીઁ કાયાઁલય પર એક કાયઁક્રમ યોજાવામાં આવ્યો હતો જેમાં ભાજપના નેતાઓ અને ધારાસભ્યો કાયઁક્રમમાં એવી જાહેરાત કરતા જોવા મળ્યા હતા કે AAP ના વોડઁ નં:૩ ના ઉપપ્રમુખ શૈલેષ ગજેરા સહિતના 300 થી વધુ કાયઁકરો ભાજપમાં જોડાયા, આ વાત તદ્દન સત્યથી વેગળી છે, આમ આદમી પાટીઁના વોડઁ નં:3 ના સંગઠનના હોદ્દેદારમાં આવા કોઇ વ્યક્તિ AAP નો હોદ્દેદાર જ નથી.

વધુમાં જાદવાણી જણાવે છે કે, રહી વાત AAP ના 300 થી વધુ કાયઁકરોને ભાજપમાં જોડાયા ની તો આમ આદમી પાટીઁ આ કાયઁક્રમમાં ઉપસ્થિત તમામ ભાજપના પદાધીકારીઓ, નેતાઓ અને ધારાસભ્યો ને ખુલ્લો પડકાર ફેકે છે અને ચેલેન્જ આપતા જણાવે છે કે તમે જે 300 થી વધુ વ્યક્તિઓ ની વાતો અને દાવો કરો છો તો તેમાંથી ફ્કત 30 લોકો AAP માં જોડાયેલા હતા તેના પુરાવા રુપે ફ્કત 30 જ સભ્યોની AAP ના સભ્ય પદની ગ્રહણ કયાઁની રસીદ મીડીયા અને લોકોની સમક્ષ જાહેર કરી બતાવો અને 30 લોકોની સભ્યપદનો પુરાવો પણ જાહેર કરવા કદાચ સક્ષમ ના હોવ તો ફક્ત 3 વ્યક્તિઓ AAP ના હોદ્દેદારો પહેલા હતા કે હાલમાં છે એવુ પણ સાબીત કરી બતાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *