અભિનેતા આમિર ખાને લીધો નિર્ણય: જ્યાં સુધી ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ ન થાય ત્યાં સુધી નહીં કરે… 

આમીર ખાન એ બોલીવુડ ફિલ્મ જગતમાં ખુબ પ્રખ્યાત નામના ધરાવે છે ત્યારે હાલમાં એને લઈ એક જાણકારી સામે આવી છે. આમિરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું…

આમીર ખાન એ બોલીવુડ ફિલ્મ જગતમાં ખુબ પ્રખ્યાત નામના ધરાવે છે ત્યારે હાલમાં એને લઈ એક જાણકારી સામે આવી છે. આમિરની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું ડિરેક્શન અદ્વૈત ચંદન કરી રહ્યાં છે. આમિરની ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ટૂંક જ સમયમાં શરૂ થશે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ કરવાની હતી પરંતુ કોરોનાને લીધે થીયેટરો બંધ રહેતાં થોડો વિલંબ થશે.

આ ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર તથા મોના સિંહ પણ છે. આમિર ખાને મોબાઈલ ડિટોક્સિંગનો નિર્ણય લીધો છે. હાલમાં આમિર ખાન રાજસ્થાનમાં છે. જ્યાં તે પોતાના મિત્ર અમીન હાજીની ફિલ્મ ‘કોઈ જાને ના’ના ગીત માટે આવ્યો છે. આમિરે પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના શૂટિંગમાંથી બ્રેક લીધો છે.

જો કે, આ દરમિયાન આમિરે ફોનનો ઉપયોગ ન કરવાના સોગન લીધા છે કે, જ્યાં સુધી ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ ન થાય ત્યાં સુધી આમિર ખાન મોબાઈલ હેન્ડસેટ્સને હાથ લગાવશે નહીં. આજના ડિજિટલ યુગમાં આપણે 15 મિનિટ પણ મોબાઈલથી દૂર રહી શકતા નથી.

મોબાઈલ વિના જીવનની કલ્પના કરવી હવે તો મુશ્કેલ બની ગઈ છે. જો કે, આમિરે મોબાઈલનો ઉપયોગ ન કરવાનું નક્કી કર્યું છે. આમિરને લાગે છે કે, મોબાઈલને લીધે તેના કામમાં અડચણો આવી રહી છે. જેને લીધે તે ખુબ જ ચર્ચામાં આવી રહ્યો છે.

ટીમ આમિરના સોશિયલ મીડિયા હેન્ડલ કરશે :
આમિરે ‘નો ફોન પોલિસી’ ફક્ત સેટ પર જ નહીં પણ પર્સનલ લાઈફમાં અપનાવવામાં આવી છે. આમિરે આજથી એટલે કે, 1 ફેબ્રુઆરીથી આનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરિવાર અને નિકટના સાથીઓએ જો આમિરનો સંપર્ક કરવો હશે તો તેમણે અભિનેતાના મેનેજરની સાથે વાત કરવાની રહેશે. આમિરના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પણ હવેથી તેની ટીમ જ મેનેજ કરશે.

ક્રિસમસ પર ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થશે :
આમિર ખાન રાજસ્થાનથી મુંબઈ પાછાં ફરીને ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આમિરની ફિલ્મની રાહ ફક્ત ચાહકો જ નહીં પણ થિયેટર માલિકો પણ જોઈ રહ્યાં છે. છેલ્લાં 1 વર્ષથી કોરોનાને લીધે થિયેટરમાં દર્શકો જતા નથી ત્યારે હવે જોવું જ રહ્યું!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *