AAPનો પ્રચંડ પ્રચાર, કેજરીવાલ ત્રણ દિવસ સુધી આ સ્થળે ગજવશે સભાઓ- જાણો કાર્યક્રમ

Published on Trishul News at 12:24 PM, Fri, 25 November 2022

Last modified on November 25th, 2022 at 12:24 PM

ગુજરાત(Gujarat): રાજ્યમાં વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ને લઈને ભણકારા વાગી રહ્યા છે. જેમાં છેલ્લા અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ(BJP) સત્તામાં બેઠી છે. હાલમાં તો કોંગ્રેસ(Congress) ભાજપને ટક્કર આપી શકે તેવું લાગતું નથી. પરંતુ આમ આદમી પાર્ટી(AAP) વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે આગામી ત્રણ દિવસ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે.

જો વાત કરવામાં આવે તો ભાજપના દિગ્ગ્જોની સામે આમ આદમી પાર્ટીએ પણ સ્ટાર પ્રચારકોને મેદાને ઉતારવામાં આવ્યા છે. ગુજરાતના ભાજપના ગઢને જીતવા માટે આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભગવંત માને ગઇ કાલના રોજ રાજપીપળામાં હતા આગામી ત્રણ દિવસ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે.

જાણો શું છે અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ:
અમે તમને જણાવી દઈએ કે, દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાતના ભાવનગર , જામનગર, સુરતના પ્રવાસે છે. કેજરીવાલ 26 નવેમ્બર ના રોજ ભાવનગર રોડ શો યોજશે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "AAPનો પ્રચંડ પ્રચાર, કેજરીવાલ ત્રણ દિવસ સુધી આ સ્થળે ગજવશે સભાઓ- જાણો કાર્યક્રમ"

Leave a comment

Your email address will not be published.


*