આપ કોર્પોરેટર પાયલ પટેલ આવ્યા ઋતા દુધાગરાના સમર્થનમાં- ભાજપને લઈને કહી દીધું એવું કે…

Published on: 7:18 pm, Thu, 17 June 21

આમ આદમી પાર્ટી સુરત મહાનગર પાલિકામાં 27 સીટો સાથે વિપક્ષમાં બેઠી છે. ત્યારે સતત ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી ના નગરસેવકો પર દ્વારા શામ દામ દંડ અને ભેદ ની નીતિ અપનાવવા માં આવી રહી છે. ત્યારે સુરત મહાનગર પાલિકાનાની ચુંટણીમાં વોર્ડ નંબર 3 માંથી સૌથી વધારે લીડ સાથે ચૂંટાઈને આવેલા કોર્પોરેટર ઋતા દુધાગરા સાથે આવી જ એક ઘટના બની છે.

ઋતા દુધાગરા દ્વારા આજે પ્રેસ કોન્ફરેન્સ યોજવામાં આવી હતી અને તેમણે આ પ્રેસ કોન્ફરેન્સ દરમિયાન ભાજપ ઉપર ઘણા આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે, ચુંટણી પૂર્ણ થયાના અને વિજય બનીને આવ્યા ત્યારબાદ કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરવામાં આવી હતી. જોકે, તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. અને આમ આદમી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહત્ત્વપૂર્ણ છે કે કામરેજના ધારાસભ્ય હાલ વીડી ઝાલાવાડિયા છે.

જેને લઈને આજરોજ આમ આદમી પાર્ટીના યુવા કોર્પોરેટર પાયલ સાકરિયા દ્વારા ફેસબુકમાં પોસ્ટ કરવામાં આવી છે. જેમાં તેમને જણાવતા કહ્યું કે, આપ ના નગરસેવકો ને બદનામ કરવા માનસિક રીતે તોડવા માટે ભાજપ પ્રયાસો કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી એ સામાન્ય જનતા ના પ્રેમ થી ઉભી થયેલી પાર્ટી છે એ એક પાર્ટી જ નહિ પણ સામાન્ય લોકો ની તાનશાહો સામે નું એક આંદોલન છે. આમ આદમી પાર્ટી ના નગરસેવકો ઉપર જનતા એ જે વિશ્વાસ મૂકી ને પ્રેમ આપ્યો છે તેના પર આપ ના નગરસેવકો ખરા ઉતરશે.

ભાજપ આમ આદમી પાર્ટી ને મળી રહેલા જનતાના સમર્થનથી બોખલાય ગયું છે એટલે આમ આદમી પાર્ટી ના નગરસેવકો ને બદનામ કરવા, ખરીદવા, તોડવા માટે મહેનત કરી રહ્યું છે. નગરસેવક રુતા દુધાગરા એકલી નથી તેના સાથે આખો આમ આદમી પરિવાર અને સામાન્ય જનતા છે.

ઘટના જાણે એમ બની છે કે, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઋતા દુધાગરાને ભાજપમાં કામરેજના ધારાસભ્ય દ્વારા ભાજપમાં જોડાઈ જવાની ઓફર કરવામાં આવી હતી. ઋતા દુધાગરા 54000 થી વધુ મતોથી અને સૌથી વધુ લીડથી જીત્યા હોવાથી આમ આદમી પાર્ટીમાંથી ભાજપ માં લેવા માટે ઘણી ઓફરો કરવામાં આવી હતી. આપના નગર સેવક ઋતા દુધાગરાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું છે કે ભાજપે મને 3 કરોડ રૂપિયાની ઓફર કરી હતી.

સાથે આમ આદમી પાર્ટીના નગરસેવક ઋતા દુધાગરાએ જણાવતા કહ્યું છે કે, મારા પતી ચિરાગ દુધાગરાએ ભાજપ પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે અને મારી સામે ઘણી ખોટી અફવા અને ષડયંત્ર રચવામાં આવે છે. ત્યારે ઋતા દુધાગરાએ ભાજપમાં જોડાવાની ઓફરને અવગણીને આમ આદમી પાર્ટીમાં રહેવાનું જ નક્કી કર્યું હતું.

who made an offer of rs 3 crore to your woman corporator asked to do this work » Trishul News Gujarati Breaking News aap corporator payal patel, gujarat, payal patel, rita dudhagra, surat, trishul news, આપ, આમ આદમી પાર્ટી, ઋતા દુધાગરા, ગુજરાત, સુરત

ઋતા દુધાગરાએ કહ્યું છે કે, છૂટાછેડા થઇ ગયા હોવા છતાં પણ તેમણે મારા પર્સનલ ડોક્યુમેન્ટ અને બીજી ઘણી વસ્તુઓ તેમની પાસે રાખી છે. જે હજુ સુધી મને આપવામાં આવી નથી અને મને ભાજપમાં જોડાઈ જવા માટે ખુબ જ દબાણ કરવામાં આવે છે અને ઋતા દુધાગરાએ કહ્યું છે કે મારા પતી અને અન્ય ભાજપના સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.