AAP ના મોટા નેતાએ કર્યા સવાલ- મનોજ સોરઠીયા અને ગોપાલ ઈટાલીયા પાસે લાખોની જમીન અને ગાડીઓ ક્યાંથી આવી?

પંજાબમાં આપ(AAP) પ્રચંડ જનસમર્થનથી સત્તા પર આવતા જ ગુજરાતની આપ પાર્ટી ઉત્સાહમાં આવી ગઈ છે અને હાલ જ જ્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે…

પંજાબમાં આપ(AAP) પ્રચંડ જનસમર્થનથી સત્તા પર આવતા જ ગુજરાતની આપ પાર્ટી ઉત્સાહમાં આવી ગઈ છે અને હાલ જ જ્યારે દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે છે અને ગુજરાતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. હવે ગુજરાતમાં આપ ધીરે ધીરે પોતાનું કદ વધારી રહી છે અને મજબુત બનતી જાય છે. સુરતમાં જંગી જીત મેળવીને શ્રી ગણેશ કર્યા બાદ ગુજરાતમાં તેનું પ્રભુત્વ વધ્યું છે.

આપ પાર્ટી એક તરફ કહી રહી છે કે તેઓ આ દેશને ભ્રષ્ટાચારમાંથી બહાર લાવશે અને ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવશે. તેમજ મફત શિક્ષણ આપશે. પરંતુ ત્યારે જો એવું બને કે, આપના જ નેતાઓ અને પ્રદેશ પ્રમુખ વિશે આપ પાર્ટીના ઘરનાજ લોકો કૌભાંડો છતાં કરે ત્યારે ગુજરાતની જનતાને ખરેખર વિચારવા મજબૂર થઈ જવું પડતું હોય છે. આપ પાર્ટીના બંધારણ રક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સિનિયર કાર્યકર્તા હસમુખભાઈ પટેલની 16 લોકોની ટીમે આ કૌભાંડ સામે પ્રશ્નો કર્યા છે અને જવાબ માંગ્યો છે.

આ બાબતે આપ પાર્ટીના હસમુખભાઈ પટેલનું કહેવું છે કે, આમ આદમી પાર્ટી પાસે એક વર્ષ પહેલા પાર્ટી ચલાવવાના ફંડ માટે પણ ફાંફા હતા, પૈસા હતા નહિ, ચૂંટણી પ્રચારની સાધન સામગ્રીઓ પણ પોતાના સ્વખર્ચે ખરીદવામાં આવતી હતી. ત્યારે પછી હવે છેલ્લા છ મહિનામાં એવું તો શું થયું? કે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પાસે અને સંગઠન મંત્રી મનોજ સોરઠીયા પાસે ૪૦ લાખની મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડી અને કરોડોની જમીન આવી ગઈ?

આપ પાર્ટીના ગુજરાતપ્ર દેશ પ્રમુખ અને સંગઠન મંત્રી એવું તો શું કરી રહ્યા છે? કે પૈસાનો વરસાદ થયો? અને ખૂબજ ટૂંકા ગાળામાં જાહોજલાલી ભોગવી રહ્યા છે? મોંઘીદાટ હોટલોમાં જમવા જવું, એવું તો છેલ્લા છ મહિનામાં શું થયું? કે આટલો બદલાવ આવી ગયો? આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ટોચના નેતાઓ જ કૌભાંડો થી ખરડાયેલા હશે તો આપ પાર્ટીના બીજા કાર્યકરોમાં કેવો મેસેજ જશે?

આપ પાર્ટીના બંધારણ રક્ષક સમિતિ ગુજરાત પ્રદેશના તમામ હોદ્દેદારો વતી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ તેમજ વર્તમાન પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરી અને દિલ્હીમાં આપ પાર્ટીના બેઠેલ આકાઓ દ્વારા થયેલા અન્યાય અને વિશ્વાસઘાત અંગે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. અને મીડિયા સામે તેમના દ્વારા ચોંકાવનારા ખુલાસાઓ પણ કરવામાં આવ્યા હતા.

એક તરફ આપ પાર્ટી ગુજરાતીઓને કહી રહી છે કે, તેઓ રાજનીતિ કરવા નહીં પરંતુ રાજનીતિ બદલવા આવ્યા છે. ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી સંપૂર્ણ મુક્ત કરવા માટે આવ્યા છે. ત્યારે અહીં આપ પાર્ટીના જ આ પોકળદાવાને ખુલ્લો પાડીને આપ પાર્ટીના જ બંધારણ રક્ષક સમિતિના પ્રદેશના હોદ્દેદારો દ્વારા મીડિયા સમક્ષ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મંત્રી વિશે સ્ફોટક માહિતી અને ચોંકાવનારા ખુલાસાઓ બાદ ગુજરાતની જનતા ચર્ચા કરી રહી છે. આપ પાર્ટી ગુજરાતીઓને ગેરમાર્ગે દોરી રહી છે, તેમજ આપ પાર્ટી જનતાને ઉગારશે કે લુટશે? આવી સચ્ચાઈ બાદ સ્પષ્ટ સવાલો થાય છે કે, આપ પાર્ટી ગુજરાતીઓને જુઠ્ઠા દાવાઓ અને વચનો આપીને ભવિષ્યમાં જનતા ને લૂંટી નહિ લેને?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *