Trishul News Exclusive- ગુજરાત વિધાનસભા ચુંટણીને લઈને થોડી જ વારમાં આમ આદમી પાર્ટી કરશે મોટો ધડાકો

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને હજી 6 મહિનાની વાર છે, ત્યારે તે અગાઉ જ આમ આદમી પાર્ટી(AAP) સક્રિય થઈ ગઈછે. એક તરફ આમ આદમી પાર્ટીના…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભાની ચૂંટણી(Assembly elections)ને હજી 6 મહિનાની વાર છે, ત્યારે તે અગાઉ જ આમ આદમી પાર્ટી(AAP) સક્રિય થઈ ગઈછે. એક તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) દર અઠવાડિયે ગુજરાત આવીને નાગરિકોને મત આપવા રીઝવી રહ્યાં છે અને મોટા મોટા દાવાઓ કરી રહ્યા છે. ત્યાં બીજી બાજુ આમ આદમી પાર્ટી આજે મોટો ધડાકો કરવા જઈ રહી છે. ચૂંટણીને હજી 6 મહિનાની વાર છે ત્યારે આજે AAP વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શક્યતા છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં મિશન 2022નું બ્યુગલ ફૂંકી દેવામાં આવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી સુરતના કોર્પોરેટર સાથે ત્રિશુલ ન્યુઝની વાતચીત દરમિયાન જાણવા મળ્યું છે કે, આમ આદમી પાર્ટી આજે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરશે. સાથે એવી જ માહિતી મળી છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું લિસ્ટ બનાવી દીધુ છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પ્રથમ યાદી આમ આદમી પાર્ટી જાહેર કરશે. કેજરીવાલની મુલાકાત પછી આમ આદમી પાર્ટી દ્વારા આ યાદી તૈયાર કરવામાં આવી છે. બપોરે 1 વાગ્યા બાદની પ્રેસ કોન્ફરન્સમાં સત્તાવાર યાદી જાહેર કરશે.

આપણે સૌ જાણીએ છીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજી ઘણી વાર છે, ત્યારે આમ આદમી પાર્ટી ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવા જઈ રહી છે. આમ આદમી પાર્ટીની આ સ્ટ્રેટેજીથી ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે. સાથે જ બંનેની ચૂંટણી રણનીતિ પર પણ મોટી અસર પડે તો નવાઈ નહી. આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં એડીચોટીનુ જોર લગાવી રહી છે અને તે એક મોકો પણ છોડવા માંગતી નથી.

અરવિંદ કેજરીવાલે વેરાવળમાં આપી આ 5 ગેરંટી:
1- પાચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે (દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાનો ટાર્ગેટ).
2- જ્યાં સુધી રોજગાર નહી મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું મળશે.
3- 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે.
4- પેપર લીક ના થાય તે માટે આપ ગુજરાતમાં કાયદો બનાવવા આવશે.પેપર ના ફૂટે તે માટે દોષિત ને કડક સજા મળે તેવી જોગવાઈ મળશે.
5- સહકારી સંસ્થાઓમાં પૈસા થી મળતી નોકરી બંધ કરવામાં આવશે.જે લાયક હશે તેને જ નોકરી આપીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *