AAP ના ધારાસભ્યને કોર્ટે સજા ફરમાવતા MLA નું પદ જોખમમાં? રાહુલ ગાંધી વાળી કરશે ભાજપ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) મસમોટા પ્રચાર બાદ ગુજરાત AAPના માત્ર 5 ધારાસભ્યોએ ચૂંટાયા હતા, તેમાંથી પણ ચૈતર વસાવા (Chaitar Vasava) એક માત્ર એવો…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) મસમોટા પ્રચાર બાદ ગુજરાત AAPના માત્ર 5 ધારાસભ્યોએ ચૂંટાયા હતા, તેમાંથી પણ ચૈતર વસાવા (Chaitar Vasava) એક માત્ર એવો ચહેરો છે જે સતત ચર્ચામાં રહે છે.

આપના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, કારણ કે એક કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટ (Rajpipla Sessions Court) દ્વારા ચૈતર વસાવાને 6 મહિનાની સદી કેદ અને 10 હજાર રૂપિયાની સજા ફટકારવામાં આવી છે. 2021માં ગ્રામ પંચાયતની ચુંટણીમાં હરીફ સાથે મારપીટ કરવાનો તેમની ઉપર જે કેસ ચાલી રહ્યો હતો, તેમાં કોર્ટે તેમણે દોષિત ઠેરવીને સજા જાહેર કરી છે. જોકે તે જ સમયે તેમને જામીન પણ આપી દેવામાં આવ્યા છે, પરંતુ શરત એટલી છે કે ચૈતર વસાવાએ ફરિયાદી કે તેમના સગાસંબધિઓને મળવાનું નહીં.

શું હતો Chaitar Vasava વિરુદ્ધ સમ્રગ મામલો

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ (Chaitar Vasava) 2021મા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હરીફ સરપંચ પદના 6 ટેકેદારો તાપણું કરી રહ્યા હતા, તે દરમિયાન હરીફ સમર્થકો પર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યાર બાદ ફરિયાદી પક્ષે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ચૈતર વસાવ અને તેમના નવ સાગરિતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને સમ્રગ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. રાજપીપળા સેશન્સ કોર્ટે આ કેસમાં ચૂકાદો આપતા ધારાસભ્ય ચૈતર વસાવા સહિત વિજય વસાવા, જયરામ શાંતિલાલ, જીતેન્દ્ર, મુકેશ, ઈશ્વર અને ગણેશને દોષિત ઠેરવી 6 મહિના સાદી જેલની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ચૈતર વસાવા અને તેના સાગરિતો પર ફરિયાદીએ મોબાઈલ અને સોનાની ચેઈન મળી 61 હજારની લૂંટની ફરિયાદ નોંધવી હતી. લૂંટ તેમજ મારામારી કેસમાં કોર્ટે તમામ આરોપીને દોષિત ઠેરવ્યા છે અને શરતી જામીન આપ્યા છે. જેમાં 2 વર્ષ સુધી તેઓને ફરિયાદીના સગાસબંધીઓને મળવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *