ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આવતીકાલે ગુજરાતની રાજનીતિમાં આવશે ભૂકંપ

હાલમાં ગુજરાતીઓ ગુજરાતમાં સત્તા અને વિપક્ષથી કંટાળીને નવો વિકલ્પ શોધી રહ્યા છે. ગુજરાતમાં વર્ષોથી માત્ર ૨ જ રાજકીય પક્ષો દ્વારા સાશન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતીઓએ હવે નવો વિકલ્પ પસંદ કરવાની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત છોડ્યા બાદ રાજ્યના લોકો નરેન્દ્ર મોદીને ગુજરાતના વિકાસમાં કરેલા કામો અટકી ગયા હોય તેવું અનુભવી રહ્યા છે.

દિલ્હીની રાજનીતિમાં ભાજપ કોંગ્રેસનો સફાય કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓએ હાલમાં ગુજરાતની કથળતી પરિસ્થિતિને જોતા સદસ્યતા અભિયાન શરુ કર્યું છે અને કેટલાય મોટા યુવાનોને જોડી લીધા છે. સાથે સાથે ભાજપ કોંગ્રેસમાં સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને પણ રડાર માં લઈને તેઓને આપ AAP માં લેવામાં આવી રહ્યા છે.

આ કડીમાં આવતી કાલે સવારે ૧૦:૩૦ થી ૧૧:૦૦ વાગ્યા સુઘી Aam Aadmi Party Gujarat ના પ્રભારી ગોપાલ રાઈ (Gopal Rai) એક મહત્વની જાહેરાત કરવા પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. આ પ્રેસ વાર્તાનું લાઈવ પ્રસારણ આમ આદમી પાટીઁ ગુજરાતના ફેસબુક પેજ થવાનું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતના યુવાનોમાં કાયદા કથાને લઈને જાણીતા બનેલા ગોપાલ ઇટાલિયા, પાટીદાર આગેવાન અશ્વિન સાંકડાસરિયા, યુવા રોજગાર આંદોલનના નેતા પ્રવીણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકવાની જાહેરાત કરી શકે છે.

હાલમાં બિલાડીની જેમ ઘર ફેરવીને પક્ષ ફેરવવામાં માહિર થયેલા શંકરસિંહ વાઘેલાએ NCP છોડીને આમ આદમી પાર્ટી નો સંપર્ક કર્યો હોવાની વાત મળી રહી છે પંરતુ ગુજરાત અને દિલ્હીના નેતાઓએ શંકર સિંહ બાપુને આપ માં પ્રવેશ ની ધરાર ના પડી દીધી છે.

અત્યાર સુધી સુરત, રાજકોટ, અમદાવાદમાં સક્રિય કાર્યકરો અને ઘણા જુના અનુભવી નેતાઓ બુથ લેવલની કામગીરીમાં લાગી ગયા હોવાની વાત સામે આવી છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવે તેવી શક્યતાઓ રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: