આપ નેતાના ભાણીયા સાથે ‘ઇલુઇલુ’ કરવા પોતાનો ઘરસંસાર ભાંગનાર કોર્પોરેટર સામે પતિએ કરી મોટી કાર્યવાહી

સુરત આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારાએ ગઈકાલે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ  તેમને ભાજપમાં જોડાવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરી છે તેવો આક્ષેપ…

સુરત આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારાએ ગઈકાલે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ  તેમને ભાજપમાં જોડાવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરી છે તેવો આક્ષેપ કર્યો હતો. જોકે તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું તેવો પણ આક્ષેપ કર્યો હતો.

કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે આ હળાહળ જૂઠાણું છે. પાયાવિહોણી વાત છે. ઋતા દુધાગરાને હું ઓળખતો પણ નથી. મારા વિષય બહારની વાત છે. મેં કોઈ જ ઓફર નથી કરી.

રૂતાનું કહેવું હતું કે, પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ વચ્ચે ઋતા દુધાગરા અને તેમના પતિનો ઘરસંસાર પણ પડી ભાંગ્યો છે. પતિએ ભાજપ પાસેથી 25 લાખ લીધાના પણ આક્ષેપ કરતાં ઋતાએ કહ્યું, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. આટલું જ નહિ રુતાએ આરોપ મુક્યો હતો કે, પોતે પોતાના પતિથી છુટકારો મેળવવા સાત લાખ ચેક થી આપ્યા છે- પણ આ બાબતે રુતાએ કોઈ પુરાવા આપ્યા નહોતા.

ગઈકાલે જયારે આ ઋતા જયારે પોતાના ઘરના મામલાને જ બહાર લાવવા માંગતી હોય એમ પ્રેસ કોન્ફરન્સ કરે ત્યારે વળતો પ્રહાર તેના પતિ ચિરાગનો પણ આવ્યો. પતિ ચિરાગ અને ખોટી રીતે ડિવોર્સ મેળવીને આપ નેતા મનોજ સોરઠીયાના ભાણીયા સાથે પ્રેમ પ્રકરણ રચનાર ઋતાએ પતિથી છૂટકારો મેળવવા અડધી સહી ખોટી કરી હોવાનો આક્ષેપ ચિરાગ દુધાગરા એ કર્યો છે.

સાથે સાથે સરથાણા પોલીસમાં આપેલી અરજી પણ બતાવી છે જેમાં આક્ષેપ કરાયો છે કે રુતાએ પોતાની બહેનપણી સાથે શરત રાખી છે અને ખોટું ખોટું કાગળ બનાવવા છે કહીને સહી લીધી હતી.  ચિરાગે પોતાની પત્ની રુતા ના આપના નેતાઓએ ભાણીયા સાથે અશ્લીલ વિડીયો ઉતાર્યા હોવાનો આક્ષેપ પણ થયો છે. રૂતાના પતિએ તેના બેંક સ્ટેટમેન્ટમાં દાવો કર્યો છે જેમાં ઋતા એ કહેલી સાત લાખ ની રકમ ચેકથી આપ્યાની વાત પણ સાબિત થતી નથી. બીજી તરફ ૨૫ લાખ કોણે આપ્યા તે જવાબ પણ રુતાએ આપ્યો નથી.

આ બાબતે ત્રિશુલ ન્યુઝની વાતચીત દરમ્યાન ચિરાગનું કેહવું છે કે આ ઋતા તેનો સંસાર મંડાયો ત્યારે પહેલા અન્ય જ્ઞાતિના છોકરા સાથે પ્રેમાંધ થઈને ભાગી ગયેલી જેમ અત્યારે ભાણીયા સાથે ભાગી. ત્યારે રૂતાના સગા માસાએ તેને પરત લાવીને ચિરાગ સાથે પરિણય કરાવેલ.

હાલમાં રૂતાના સગા માસા ચિરાગના પક્ષે છે. ચિરાગે ખોટી સહી થઇ હોવાના પુરાવા એકત્ર કરવા FSL રીપોર્ટ કરવા ડોક્યુમેન્ટ સબમિટ કરવાની તજવીજ હાથ ધરી છે. સાથે સાથે આમ આદમી પાર્ટીએ કરેલી બદનામી સામે ઋતા સહિતની ટોળકી અને આપ ના જવાબદાર નેતાઓ સામે બદનક્ષીનો દાવો માંડવાની તૈયારીઓ કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *