ગોપાલ ઈટાલીયાના પ્રવેશ સાથે આમ આદમી પાર્ટી થઇ આક્રમક- વીજકંપની સામે હલ્લાબોલ- પોલીસે કરી અટકાયત

સુરત: ટોરેન્ટ પાવર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો નોટીસ આપવા પહોચતા થયો હોબાળો. તોતિંગ વીજબીલમાં રાહત અપાવવ માટે પહોંચ્યા હતા પરંતુ ટોરેન્ટ પાવર ને નોટિસ…

સુરત: ટોરેન્ટ પાવર ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો નોટીસ આપવા પહોચતા થયો હોબાળો. તોતિંગ વીજબીલમાં રાહત અપાવવ માટે પહોંચ્યા હતા પરંતુ ટોરેન્ટ પાવર ને નોટિસ આપે એ પહેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. મહિધરપુરા પોલીસે 30 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી છે.

ટોરેન્ટ પાવર ની લાઇટબીલ માં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, તેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી દ્વારા નોટિસ આપવાનો આજ રોજ કાર્યક્રમ રાખેલ તેની વિરુદ્ધ માં મહીધરપુરા પોલીસ સ્ટેશન માં ધરપકડ કરી લઈ જવામાં આવેલ છે.

પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના પ્રભારી રામ ધડુક, પ્રવક્તા યોગેશ જાદવાણી સહિતના કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *