ભાજપના ગઢમાં મોટું ગાબડું: એક સાથે 300 લોકોએ મહેશ સવાણીની હાજરીમાં પકડ્યું ઝાડું

Published on Trishul News at 4:11 PM, Wed, 7 July 2021

Last modified on July 7th, 2021 at 4:11 PM

ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા સતત વધી રહી છે. આગામી ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી લોકોની વચ્ચે જઈને લોકોની વાત સાંભળી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાળીયા, ઇસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવિણ રામ ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને ગામડે ગામડે જન સંવેદના મુલાકાત કરી રહ્યા છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે હવે સુરતમાં ભારતીય જનતા પાર્ટીના ગઢમાં આમ આદમી પાર્ટીએ પોતાનો ખેલ પાડી દિધો છે. સુરત શહેરના વોર્ડ નંબર ૮ ડભોલી-સિંગણપોર વોર્ડમાં ભાજપના ત્રણ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના ૧ કોર્પોરેટર ચુંટાઈને વિજયી બન્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ગાબડું પડ્યું છે એક સાથે ૩૦૦ લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેર્યો છે.

મળતી માહિતી અનુસાર સુરતની અલગ-અલગ સોસાયટીના લોકોએ હવે ઝાડું પકડ્યું છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ત્યારે હવે સુરત શહેરના ડભોલી વિસ્તારમાં ઉમરાળા ગામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં હરિદર્શનના ખાડામાં રહેતા ૩૦૦ થી વધુ લોકો આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

આ અંગે આમ આદમી પાર્ટીના સુરત શહેરના પ્રમુખ એવા મહેન્દ્ર નાવડીયાએ જણાવતા કહ્યું છે કે, આમ આદમી પાર્ટીના એન્ટ્રી થયા બાદ અનેક લોકો તથા સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સ્થાનિક લોકો આમ આદમી પાર્ટીની લોકપ્રિયતાને જોઇને આમ આદમી પાર્ટીનો હાથ પકડી રહ્યા છે. ત્યારે હવે ભાજપના કેટલાય કાર્યકર્તાઓ આમ આદમીના કાર્યથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

મહત્વની વાત એ છે કે, સુરતમાં ભાજપના કોર્પોરેટરના વોર્ડની સોસાયટીઓમાં લોકોને પ્રાથમિક સુવિધા ન મળી રહી હોવાથી લોકો હવે આમ આદમી પાર્ટીના કાર્યથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જોવા જઈએ તો અત્યાર સુધીમાં અલગ-અલગ સોસાયટી માંથી કુલ ૮૦૦ કરતા પણ વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીની વધતી જતી લોકપ્રિયતાને કારણે અનેક લોકો આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "ભાજપના ગઢમાં મોટું ગાબડું: એક સાથે 300 લોકોએ મહેશ સવાણીની હાજરીમાં પકડ્યું ઝાડું"

Leave a comment

Your email address will not be published.


*