આઝાદી બાદ ઇતિહાસમાં સૌપ્રથમ વખત સુરતમાં બનશે દેશના જવાનો માટે યુનિફોર્મ

ગુજરાતમાં આવેલ સુરત શહેરની ગૌરવતામાં વધુ એક વધારો થવા માટે જઈ રહ્યો છે. હવે સુરત માટે એક ગૌરવની વાત એ છે કે, ભારતની જે મિલેટ્રી…

ગુજરાતમાં આવેલ સુરત શહેરની ગૌરવતામાં વધુ એક વધારો થવા માટે જઈ રહ્યો છે. હવે સુરત માટે એક ગૌરવની વાત એ છે કે, ભારતની જે મિલેટ્રી યુનિફોર્મમાં કાપડ વાપરવામાં આવતું હતું તે હવે સુરતમાં જ બનશે. અત્યાર સુધી આ કાપડ ભારતની બહારથી મંગાવવામાં આવતું હતું પણ સુરતની એક કંપનીના સેમ્પલ પાસ થઈ જતા હવે દેશમાં અને તે પણ સુરતમાં કાપડ તૈયાર થશે. જાણો કેવી રીતે બનશે કાપડ તથા કઇ કંપનીનાં સેમ્પલ થયા છે પાસ.

હવે વિદેશથી નહીં આવે યુનિફોર્મનું કાપડ :
આઝાદી પછી સૌપ્રથમ વખત સેનાના યુનિફોર્મનું કાપડ દેશમાં બનશે. PM નરેન્દ્ર મોદી દ્વારા જે આત્મનિર્ભર ભારતનું અભિયાનની દીશામાં ભારત હવે આગળ વધી રહ્યું છે. હવે આ અભિયાન હેઠળ સંરક્ષણ ક્ષેત્રમાં ખુબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય એટલે કે, દેશના બધા જવાનો માટે દેશમાં જ યુનિફોર્મના કાપડનું ઉત્પાદન કરવું. જે અત્યાર સુધી વિદેશોમાંથી મંગાવવામાં આવતું હતું.

આઝાદી પછી સૌ પ્રથમવખત સેનાની વર્દીનું કાપડ બનશે સુરતમાં :
આઝાદી પછી સૌપ્રથમ વખત સેનાના યુનિફોર્મનું કાપડ દેશમાં બનશે. અત્યાર સુધીમાં વિવિધ દેશોમાંથી કાપડ આવતું હતું. PM નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત મંત્રને ભારતીય સેનાએ પણ અપનાવ્યો છે. દેશની પોલીસ ફોર્સ તથા મિલિટ્રી માટે ડિફેંસ ફેબ્રિક અત્યાર સુધી ચીન, તાઇવાન તથા કોરિયાથી મંગાવવામાં આવતું હતું પણ આઝાદી પછી સૌપ્રથમ વખત હવે આ કાપડ સુરતમાં તૈયાર થશે.

કુલ 10 લાખ મીટર ડિફેંસ ફેબ્રિક તૈયાર કરવાનો પ્રથમ ઓર્ડર મળ્યો :
સુરતની ટેક્સ્ટાઇલ મિલને સેના તરફથી કુલ 10 લાખ મીટર ડિફેંસ ફેબ્રિક તૈયાર કરવાનો પ્રથમ ઓર્ડર મળ્યો છે. ‘ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગોનાઇઝેશન’ (DRDO) ની ગાઇડલાઇન પ્રમાણે આ કાપડ તૈયાર કરવામાં આવી રહ્યું છે. પોલીસ ફોર્સ, મિલિટ્રીના 50 લાખથી વધુ જવાનો માટે દર વર્ષે કુલ 5 કરોડ મીટર ફેબ્રિક વપરાય છે.

સુરતની પ્રખ્યાત લક્ષ્મીપતિ કંપની દ્વારા મોકલવામાં આવેલ સેમ્પલ થયા પાસ :
સુરતની પ્રખ્યાત લક્ષ્મીપતિ કંપની દ્વારા મોકલવામાં આવેલ સેમ્પલ પાસ થઈ ચૂક્યા છે. યુનિફોર્મના આ કાપડ બનાવવા માટેનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. ડિફન્સ ડિપાર્ટમેન્ટને કાપડનું સેમ્પલ મોકલતા અનેક જગ્યાએ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાપડને બનાવવા માટે ઓર્ડર મળ્યો છે.

લક્ષ્મીપતિ કંપનીને પ્રથમ ઓર્ડર કુલ 10 લાખ મીટર કાપડ બનાવવા માટેનો મળ્યો છે તેમજ કાપડ તૈયાર પણ થઈ ગયું છે દિવાળી પહેલા સેમ્પલ મોકલવામાં આવ્યું હતું. આ કાપડ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપર ઓર્ગેનાઇઝની ગાઈડલાઈન પ્રમાણે બનાવવામાં આવી રહ્યું છે.

સુરતને જે ઓર્ડર મળ્યો છે તે 2 મહિનામાં પુર્ણ થશે :
આ કાપડ તૈયાર કરવાની જવાબદારી લઈ રહેલ ઉદ્યોગકારોએ કહ્યું કે, સંરક્ષણ વિભાગ માટે બનતું કાપડ હાઈટેનાસિટી યાર્નમાંથી તૈયાર કરવામાં આવે છે. હાઈટેનાસિટી કાપડ એટલું મજબૂત હોઈ છે કે એને આસાનીથી હાથથી ફાડી પણ  શકાય નહીં. સુરતને જે ઓર્ડર મળ્યો છે તે 2 મહિનામાં પુર્ણ થશે. જો કે, આ તો એક શરૂઆત છે. આગામી વર્ષમાં આ દિશામાં ઉદ્યોગકારો પણ ઝંપલાવશે એટલે કે, થોડા જ વર્ષોમાં ભારત પોતાની જરૂરિયાતો સંતોષવા માટે સક્ષમ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *