વડોદરામાં કાકા કાકીએ અનાથ ભત્રીજી સાથે પાર કરી હેવાનિયતની તમામ ચરમસીમા- સમગ્ર ઘટના જાણી હદય દ્રવી ઉઠશે

હાલ વડોદરામાંથી એક એવી હદય દ્રવી ઘટના સામે આવી છે જેમાં કાકા–કાકીના સહારે જીવતા ભત્રીજી અને ભત્રીજા પૈકી ભત્રીજી ઉપર કાકા–કાકીએ અત્યાચાર ગુજારતા પડોશીઓ દ્વારા…

હાલ વડોદરામાંથી એક એવી હદય દ્રવી ઘટના સામે આવી છે જેમાં કાકા–કાકીના સહારે જીવતા ભત્રીજી અને ભત્રીજા પૈકી ભત્રીજી ઉપર કાકા–કાકીએ અત્યાચાર ગુજારતા પડોશીઓ દ્વારા અભયમ મહિલા હેલ્પ લાઇનમાં જાણ કરી 10 વર્ષની ભત્રીજીની તેના કાકા–કાકીના ત્રાસમાંથી મુકત કરાવવામાં આવી હતી. શહેરના કલાલી વિસ્તારમાં રહેતી 10 વર્ષની કિશોરીના પિતાનું થોડા વર્ષો પહેલા મોત થયુ હતુ.

જાણવા મળ્યું છે કે, ત્યારબાદ કિશોરીની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. કિશોરી અને તેનો ભાઇ આજ વિસ્તારમાં રહેતા કાકા–કાકીના સહારે જીવન જીવવા મજબુર બન્યા હતા. જોકે કાકા–કાકીએ કિશોરી ઉપર ત્રાસ ગુજારતા હતા તેને ખાવાનું પુરતુ આપતા ના હતા. જયારે બધું જ ઘરકામ પણ કરાવતા હતા. 10 વર્ષની કિશોરી ઘરનુ કામ પુરેપુરુ નહી કરી શકતા તેના ઉપર કાકા–કાકી ગુસ્સો કરતા હતા.

ત્રાસનો સીલ સીલો સવારથી જ શરૂ થઇ જતો હતો. તેઓ કિશોરીના શરીર ઉપર બીડીના ડામ દેતા હતા. જયારે પટ્ટાથી પણ તેને માર મારી તેની ઉપર ત્રાસ ગુજારવામાં આવતો હતો. માસુમ કિશોરીની કારમી ચીસો સાંભળીને પડોશીઓનુ હૃદય હચમચી ઉઠતુ હતુ. છેવટે એક પડોશી દ્વારા આ બનાવ અંગેની જાણ અભયમ મહિલા હેલ્પ લાઇન ઉપર કરવામાં આવી હતી.

જેના પગલે અભયમની ટીમ દો.ડી આવી હતી. અભયમની ટીમ આવતા જ કિશોરીના કાકા–કાકી ભાગી ગયા હતા. ત્યારબાદ કિશોરીને પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે અભયમની ટીમે માંજલપુર પોલીસને જાણ કરી અને કિશોરીના કાકા–કાકી વિરૂધ્ધ કિશોરી ઉપર ત્રાસ ગુજારવા અંગે કાર્યવાહી કરવા માટે જણાવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *