કોલેજોમાં પરીક્ષા લેવાશે કે નહી, કોલેજ ક્યારે શરુ થશે તે બાબતે UGC નો રિપોર્ટ તૈયાર- જાણો શું છે સંભાવના

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC દ્વારા કોલેજો અને યુનિવર્સિટીઓમાં વાર્ષિક પરીક્ષા ઓનલાઈન પરીક્ષા 2020 નું એકેડેમિક સત્ર તેમજ ઓનલાઈન વર્ગો ચલાવવા સહિતના મુદ્દાઓ પર…

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે UGC દ્વારા કોલેજો અને યુનિવર્સિટીઓમાં વાર્ષિક પરીક્ષા ઓનલાઈન પરીક્ષા 2020 નું એકેડેમિક સત્ર તેમજ ઓનલાઈન વર્ગો ચલાવવા સહિતના મુદ્દાઓ પર બનાવવામાં આવેલી કમિટીએ શુક્રવારે મોડી રાત્રે માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. યુજીસી દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટ બાદ સરકાર હવે આગળનો નિર્ણય લેશે.

યુજીસી દ્વારા સોમવારે અથવા મંગળવારે દેશભરના ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે 2020 ના સત્ર માટે ગાઈડલાઈન જાહેર કરી શકે છે. આ ગાઇડ લાઇન પર આધાર છે કે, આગામી સત્રમાં આ શિક્ષણ સંસ્થાઓ નવા એડમિશન કઈ રીતે આપશે અને આગામી સત્ર કઈ પ્રકારે રહેશે. સંભવિત છે કે 2020 નો એકેડેમિક સત્ર કોરોનાવાયરસ ને કારણે નાનું કરવામાં આવી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કોલેજ અને વિશેષજ્ઞોની કમિટીએ સૂચન કર્યું છે કે, ત્યાં સુધી દેશમાંથી કોરોના ના કેસ પૂર્ણ ન થઈ જાય. ત્યાં સુધી વિદ્યાર્થીઓને ક્લાસમાં બોલાવવા ઉચિત નથી. કારણ કે ક્લાસમાં આવવાથી સોશિયલ distance જળવાશે નહીં.

Amar ujala માં છપાયેલા અહેવાલ અનુસાર યુજી અને પીજી ના વિદ્યાર્થીઓને માત્ર પ્રમોશન આપવામાં આવી શકે છે. કારણકે, રિપોર્ટમાં એવું સૂચવવામાં આવ્યું છે કે, ભારતમાં ઓનલાઇન પરીક્ષાઓ ઓન લાઇન પરીક્ષાઓ સંભવીત નથી. કારણકે કોલેજો અને યુનિવર્સિટીઓ પાસે આ પ્રકારનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. જેથી જે યુનિવર્સિટીઓ પાસે આ સુવિધા હોય તે ઓનલાઈન પરીક્ષા લઈ શકે છે. જ્યારે અન્ય યુનિવર્સિટીઓની કોલેજોમાં કોરોના પૂર્ણ થવાનું રાહ જોવે અથવા પોતાના એકેડેમિક કાઉન્સિલમાં પ્રસ્તાવ લાવે કે નાટક અને અનુસ્નાતક પ્રોગ્રામના પહેલા અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને પાછલા સેમેસ્ટર ના આધાર પર પ્રમોશન આપવામાં આવે.

અભ્યાસક્રમ પૂરો કરવા માટે 2020 ના એકેડમીક વર્ષમાં શનિ અને રવિવારે ઘરેથી ઓનલાઈન ક્લાસ લેવામાં આવે તેવો પ્રસ્તાવ પણ આવી શકે છે. ડિસેમ્બર માં આવતી રજાઓને મર્જ કરી, મોટા તહેવારો ને છોડીને તમામ રજાઓ રદ કરવાની ભલામણ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *