સુરત: અપ્રમાણસર મિલકતની તપાસ માટે નગરપાલિકાનાં ડેપ્યુટી કમિશનર કેતન પટેલ પાસે પહોંચી ACBની ટીમ  

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમ-જેમ સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફેલાવો થતો જઈ…

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. આ મહામારીને કારણે લાખો લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમ-જેમ સમગ્ર વિશ્વમાં કોરોનાનો ફેલાવો થતો જઈ રહ્યો એમ જ દેશમાં ખૂણેખૂણે ભ્રષ્ટાચારમાં પણ સતત વધી રહ્યો છે. ગુજરાતમાંથી અવારનવાર ભ્રષ્ટાચારની જાણકારીઓ સામે આવતી હોય છે.

હાલમાં પણ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી આવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ડે. કમિશનર કેતન પટેલની સામે અપ્રમાણસર મિલકતની તપાસ માટે ACBની ટીમ સુરત પહોંચી ગઈ છે. પહેલા પણ સરકાર દ્વારા ACBની ટીમને કેતન પટેલ સામેની અપ્રમાણસર મિલકતની તપાસ માટે પરવાનગી આપવામાં આવી હતી. ત્યારપછી કેતન પટેલે પાલિકા કમિશનરને પોતાનું રાજીનામુ ધરી દીધું હતું. જો કે, તપાસની શરૂઆત થઈ હોવાથી એમનું રાજીનામું હજુ સ્વીકારવામાં આવ્યું હતું.

પાસેના લોકોની તપાસ થશે :
મળેલ જાણકારી પ્રમાણે ACB કેતન પટેલ સહિત એના પાસેના તથા હાલમાં મદદરૂપ થઇ રહેલ લોકોની પણ તપાસ કરવામાં આવશે. કેતન પટેલ દ્વારા વિદેશ પ્રવાસમાં કરવામાં આવેલ ખર્ચ, એની આવક કરતાં કાર, બંગલા સહિતની મિલકતો તથા એમના બેંક એકાઉન્ટ અને પરિવારના સભ્યોની મિલકતો અંગે પણ તપાસ થઈ શકે છે.

નિવૃતિ પહેલાં તપાસ આવી :
કેતન પટેલને નિવૃત થવાને હવે ગણતરીના કુલ 4 વર્ષ જ બાકી છે ત્યારે ACBએ તપાસ હાથ ધરતાં રાજકીય રીતે ઘણી અટકળો સેવવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં જ કેતન પટેલની સામે થઈ રહેલ તપાસને લઈ એને રાજકીય કારણો હોવાનું સુત્રોમાં જણાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *