હાઈવે પર પુરઝડપે દોડતા ટ્રેલરનું છુટું પડી ગયું કેબીન, સર્જાયો એવો અકસ્માત કે ધ્રુજી ઉઠ્યું ગુજરાત

Accident in Gandhidham Bhachau Highway, 1 Killd: ગુજરાત (Accident in Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશમાં દિવસેને દિવસે સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, કોઈ…

Accident in Gandhidham Bhachau Highway, 1 Killd: ગુજરાત (Accident in Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશમાં દિવસેને દિવસે સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે, કોઈ એક વ્યક્તિની ભૂલ કે ઓવર સ્પીડને કારણે આખા પરિવારને સજા ભોગવવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ વધુ એક ઘટના ગુજરાત રાજ્યના કચ્છ (Kachchh) માંથી પ્રકાશમાં આવી છે.

ગુજરાત રાજ્યના કચ્છના ભચાઉમાં કાર અને ટ્રેલર વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામ-ભચાઉ હાઈવે પર થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રેલર પાછળનું કન્ટેનર છૂટું પડીને રસ્તાની વચ્ચે પડ્યું હતું, જયારે રસ્તાની સાઈડમાં નીચેની તરફ ટ્રેલરનું કેબિન ઉતરી ગયું હતું. હાલ પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી છે.

કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત ભચાઉના ચિરઈ પાસે સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે.

હાઇવે પર ક્રેટા કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની તસવીરો જોઇને તમને ખ્યાલ આવે છે કે કાર અને ટ્રેલર વચ્ચે કેટલી ખતરનાક ટક્કર થઇ હશે.

મળેલી માહિતી અનુસાર તારોખ 06 જૂન એટલેકે આજે વહેલી સવારે પરોઢે ગાંધીધામ-ભચાઉ હાઇવે પર આ ભયંકરક  અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર અને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રેલર પરનું કન્ટેનર છૂટું પડીને રસ્તાની વચ્ચે જઈને પડ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઇ હતી. જયારે આ અકસ્માતની જાણ પોલીસને થઇ ત્યારે તેઓ ઘટનાની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને તરતજ ઘટના સ્થળે ટીમ સાથે દોડી આવ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વત કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *