સુરતથી અમરેલી જઈ રહેલા આહીર પરિવાર પર કાળ ત્રાટક્યો, એક જ પરિવારના ત્રણ લોકોના મોત- ‘ઓમ શાંતિ’

Published on Trishul News at 10:54 AM, Sun, 14 August 2022

Last modified on August 14th, 2022 at 10:54 AM

ગુજરાત(Gujarat): ભાવનગર(Bhavnagar)માં વલ્લભીપુર(Vallabhipur) પાસેથી કારમાં જઈ રહેલા આહીર પરિવાર પર મોત કાળ બનીને ત્રાટક્યું હતું. કાર અને ટ્રક વચ્ચેના જોરદાર અકસ્માત(Accident)માં આહીર પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ દર્દનાક  મોત થયુ હતું. તો આ ગોઝારા અકસ્માતમાં 17 વર્ષનો દીકરો બચી ગયો હતો, જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. એક જ પરિવારમાં એક જ સાથે ત્રણ લોકોના મોતથી આહીર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

મળતી માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના વલ્લભીપુર રાજકોટ હાઇવે પર મોડી રાતે અંધારામાં દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અમરેલીનો આહીર પરિવાર ગમખ્વાર અકસ્માતનો શિકાર બન્યો હતો. 40 વર્ષના જીલુભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં સવાર થઈને સુરતથી અમરેલી પોતાના વતને જઈ રહ્યા હતા.

આ દરમિયાન કારમાં તેમના પત્ની અને બે પુત્રો સવાર હતા. ત્યારે રાજકોટ હાઈવે પર કાર અને ટ્રકની જોરદાર ટક્કર થઇ હતી. અકસ્માત એટલો જીવલેણ અને ભયાનક હતો કે પરિવારના ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. પતિ, પત્ની અને 15 વર્ષીય દીકરાનું મોત થયુ હતું, તો 17 વર્ષીય દીકરો શુભમ અત્યંત ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના નામ:
આ દર્દનાક અકસ્માતમાં જીલુભાઈ બાબલુભાઈ ભૂવા(ઉંમર 40 વર્ષ), ગીતાબેન જીલુભાઇ ભૂવા(ઉંમર 38 વર્ષ)
અને શિવમ જીલુભાઈ ભુવા(ઉંમર 15 વર્ષ)નું મોત થયું હતું.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિ:
આ ગોઝારા અકસ્માતમાં શુભમ સમતભાઇ ભૂવા(ઉંમર 17 વર્ષ) ગંભીર રીતે ઘાયલ થયો હતો. સમગ્ર મામલે વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગમખ્વાર અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તેની તપાસ કરવામાં આવશે. સાથે જ આહીર પરિવારના સ્વજનોને અકસ્માત અંગે જાણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતથી અમરેલી જઈ રહેલા આહીર પરિવાર પર કાળ ત્રાટક્યો, એક જ પરિવારના ત્રણ લોકોના મોત- ‘ઓમ શાંતિ’"

Leave a comment

Your email address will not be published.


*