મહુવા નેશનલ હાઇવે પર એસટી-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, બસના ચીથરે ચીથરા ઉડી ગયા- જુઓ ખૌફનાક દ્રશ્યો

ગુજરાત(Gujarat): રાજ્યમાં વારંવાર અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહેતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને આરટીઓ વિભાગના નિયમો જાણે નેવે મૂકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે.…

ગુજરાત(Gujarat): રાજ્યમાં વારંવાર અકસ્માત(Accident)ની ઘટના સામે આવતી રહેતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને આરટીઓ વિભાગના નિયમો જાણે નેવે મૂકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવર સ્પીડ(Over speed) ના કારણે તો ક્યાંક વાહનની ટેકનિકલ ખામીના કારણે દર્દનાક અકસ્માત સર્જાય. ત્યારે આવી જ એક અકસ્માતની ઘટના મહુવા(Mahuva)માંથી સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, મહુવા નેશનલ હાઇવે નંબર 8 કે જ્યાં મોડી રાત્રિના સમયે ગમખ્વાર અકસ્માતની ઘટના બનવા પામી હતી.

સમગ્ર ઘટનાની માહિતી એવા પ્રકારની છે કે, ભાવનગરથી મહુવા બાજુ આવી રહેલી સરકારી એસટી બસ અને મહુવા તરફ આવી રહેલી ડમ્પરના પાછળના ભાગે એસટી બસ ઘુસી જવાને કારણે ત્રણ વ્યક્તિઓને  ઈજાગ્રસ્ત થયા હતા.

જેને કારણે ત્રણેય વ્યક્તિઓને મહુવાની હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા.

મહત્વનું છે કે, એસટી બસના ડ્રાઈવરે પોતાનું કાબુ ગુમાવી અને સમયસર બ્રેક ન લાગતા ડમ્પરના પાછળના ભાગે એસટી બસ ઘૂસી ગઈ હતી. એસટીની અંદર આગળનો કાચ તૂટી ગયો હતો. સાથે જ અન્ય વધારે નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફોરલેન નેશનલ હાઇવે બનતા જ વાહનો ચલાવતા ચાલકોને વાહન ચલાવવાની જાણે મજા આવતી હોય છે, પરંતુ વાહન જ્યારે સરકારી ચાલતું હોય તો તમામ પ્રકારનું ધ્યાન રાખીને ચલાવવાનું હોય છે.

પરંતુ ગઈકાલે મહુવા નજીક ભદ્રોડ ગામ નજીક એસટી બસ ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સબનસીબે કોઈ મોટી ઘટના ઘટી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *