દીકરી સ્કુલે જવા તો નીકળી, પણ રસ્તામાં જ એવી ઘટના સર્જાઈ કે પરિવારમાં છવાયો માતમ

Published on: 12:31 pm, Fri, 25 November 22

આજના અતિઆધુનિક અને ટેકનોલોજી યુગમાં દિવસેને દિવસે વાહન વ્યવહાર વધી રહ્યો છે, વાહન વ્યવહાર વધતા રોજબરોજ અકસ્માતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. દરરોજ કેટલાય અકસ્માત થઈ રહ્યા છે. અકસ્માતમાં સેકડો લોકો ઘાયલ થઈ રહ્યા છે, તો અનેક લોકો મોતને પણ ભેટી રહ્યા છે. ક્યારેક એટલો ભયંકર અકસ્માત સર્જાઈ જાય છે, જેને જોતા જ રૂવાડા ઉભા થઈ જાય છે. ત્યારે આવો જ એક અકસ્માત સામે આવ્યો છે.

ગુજરાતના ભરૂચમાં આવી જે ઘટના સામે આવી છે. એક 11 વર્ષીય દીકરી પોતાના સગા સંબંધીઓ સાથે મોપેડ ઉપર શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન શાળાએ જતી દીકરીને ભયંકર અકસ્માત નડ્યો હતો. ભરૂચના સિવિલ રોડ ઉપર આવેલા ગીતા પાર્ક સોસાયટી આગળ મોપેડને ભયંકર અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, મોપેડ સામેથી આવતી કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં 11 વર્ષીય દીકરીને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સર્જાતા કાર ચાલકે ભાગવાનું છોડી સૌથી પહેલા ગંભીર રીતે ઘાયલ થયેલી દીકરીને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો હતો.

હોસ્પિટલના ઇમર્જન્સીમાં દીકરીની સારવાર શરૂ થઈ હતી, પરંતુ ડોક્ટર દીકરીનો જીવ બચાવી શક્યા નહોતા. ડોક્ટરોએ દીકરીના પરિવારજનોને મોતના સમાચાર આપ્યા હતા. નાની ઉંમરે દીકરીનું અવસાન થતા પરિવારજનો માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ માસૂમ દિકરી તેના જીવનની શરૂઆત કરે તે પહેલા જ મોતને ભેટી હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે, આટલી મોટી દુર્ઘટના સર્જાયા છતાં આ કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. રોજબરોજ આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં બેફામ વાહન ચલાવતા લોકોને કારણે કેટલાય નિર્દોષો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.