બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા માતાજીના દર્શનાર્થે જઈ રહેલ દંપતીનું ઘટનાસ્થળે જ ઉડી ગયું પ્રાણપંખીડું 

Published on Trishul News at 12:09 PM, Sat, 24 October 2020

Last modified on October 24th, 2020 at 12:09 PM

ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જાય છે. મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર સર્જાતાં હોય છે. અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ ગુજરાતમાં આવેલ ભાવનગર જીલ્લામાંથી અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે.

ભાવનગર જિલ્લામાં ઘાંઘળી ગામ પાસે મીની બસ તથા બાઈકની વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતાં પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું. બાઈક પર સવાર દંપતી દર્શનાર્થે જઈ રહ્યાં હતાં ત્યારે અકસ્માત સર્જાતાં બંને લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં હતાં. બીજી બાજુ ગોંડલમાં આવેલ જામવાડી નજીક શ્રમિકોથી ભરેલ ખાનગી બસ ખાણમાં ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. જો કે, બધાં જ શ્રમિકોને સ્થાનિકોએ મોતના મુખમાંથી બચાવી બસમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.

પોલીસે બંનેના મૃતેદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી :
મહુવા તાલુકામાં આવેલ કરમદીયા ગામમાં રહેતાં 35 વર્ષીય એભલભાઈ ગેમાંભાઈ ડાભી તથા 30 વર્ષીય શોભાબેન એભલભાઈ ડાભી નવરાત્રિનો તહેવાર હોવાથી બાઈક પર સવાર થઈને ભાવનગર જીલ્લામાં આવેલ ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં માતાજીના દર્શન અર્થે જઈ રહ્યાં હતાં ત્યારે શિહોરના ઘાંઘળી પાસે મીની બસ તથા બાઈકની વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જેમાં પતિ-પત્ની બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. મૃતક એભલભાઈ ગેમાંભાઈ ડાભી તથા શોભાબેન એભલભાઈ ડાભીને સંતાનમાં કુલ 2 દીકરી તથા 1 દિકરો હોવાનું તેમજ મુળ ચોગઠ ગામના બતની હોવાનું જાણવા મળ્યું છે. બંને લોકોનું અવસાન થતાં નવરાત્રીના પર્વમાં ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "બસ અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા માતાજીના દર્શનાર્થે જઈ રહેલ દંપતીનું ઘટનાસ્થળે જ ઉડી ગયું પ્રાણપંખીડું "

Leave a comment

Your email address will not be published.


*