ગુજરાત: સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવેલ કાર ખાડામાં ખાબકતાં ફક્ત 10 વર્ષીય બાળકી સહિત આટલા લોકોના થયા મોત 

ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. દ્વારકા તાલુકામાં આવેલ મોલધામ પાસે કાર…

ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. દ્વારકા તાલુકામાં આવેલ મોલધામ પાસે કાર ખાડામાં ખાબકી જતા બાળકી સહિત કુલ 2 લોકોના મોત નિપજ્યાં છે.

પરિવારના સભ્યો માતાજીની માનતા ઉતારીને પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે અચાનક જ કાર સામે કુતરૂ આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાળકી સહિત કુલ 2 લોકોનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો :
મળી રહેલ જાણકારી મુજબ રવિવારની સાંજે 5 વાગ્યે પોરબંદરમાં રહેતાં મેર પરિવારની કાર મોગલમાતના મંદિર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કાર સામે અચાનક જ કુતરૂ આવી જતાં ચાલક જીતેશભાઈ ગોઢાણીયાએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો તથા કાર રસ્તા નીચે ઉતરી જતા ખાડામાં ખાબકી ગઈ હતી.

જેમાં કારમાં સવારચાલક જીતેશભાઈ સહિત કારમાં બેઠેલ એમના પત્ની, સબંધી ઈલાબેન, દીકરો પ્રિન્સ, સાસુ જમનાબેન તથા સાસુના બહેન હંસાબેન તેમજ ભાણેજ વિશ્વા ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં જીતેશભાઈના માત્ર 10 વર્ષના ભાણેજ વિશ્વા રામભાઈ દાસા તેમજ એમના સાસુ જમનાબેનનું મોત થયું હતું. અહીં ઉલ્લેખનિય છે કે, આ પરિવાર માતાજીની માનતા ઉતારીને પાછો ફરી રહ્યો હતો.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી :
ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો તથા બંને લોકોના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલ તથા હાલમાં મીઠાપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PSI ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *