રસ્તામાં જ ભરખી ગયો કાળ, કાર અને બાઈક વચ્ચે ભયંકર અથડામણ થતા બાઈક ચાલકનું મોત

Published on Trishul News at 7:08 PM, Fri, 19 May 2023

Last modified on May 19th, 2023 at 7:08 PM

ગુજરાત રાજ્યમાં આવેલા નવસારી જિલ્લાના સ્ટેટ હાઇવે પરથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ઉપર અકસ્માતની ઘટના ઓમાં ચિંતાજનક વધારો નોધાય રહ્યો છે. અકસ્માતની ઘટનામાં મોટા ભાગે ઘટના સ્થળે જ મોત થવાના બનાવો સામે આવતા હોય છે.

ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગણદેવી રોડ પર બાઈક અને કાર વચ્ચે ટક્કર તથા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. ગણદેવી રોડ પર પૂરપાટ ઝડપે આવતા બાઈક ચાલક વિક્રમ દંતાણીનું બાઈક પરથી કાબુ ગુમાવતા સામેથી આવતી કાર સાથે ટક્કર થઇ હતી. 

આ ઘટનામાં વિક્રમભાઈ રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઇ હતી. તેમેણ સારવાર મળે તે પેહલા જ ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે.

નવસારી ગણદેવી રોડ પર હાલમાં પહોળો થતા બાઈક અને કારચાલકો પુરપાટ ઝડપે વાહન ચલાવે છે. તેને કારણે અકસ્માતની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. નવસારી જિલ્લા ટ્રાફિક વિભાગ વખતો વખત ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ ચલાવે છે, અકસ્માતની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Be the first to comment on "રસ્તામાં જ ભરખી ગયો કાળ, કાર અને બાઈક વચ્ચે ભયંકર અથડામણ થતા બાઈક ચાલકનું મોત"

Leave a comment

Your email address will not be published.


*