વલસાડ હાઈવે પરથી પસાર થતી વખતે મહિલા તલાટીને નડયો અકસ્માત, નીપજ્યું કરુણ મોત ‘ઓમ શાંતિ’

Published on: 11:49 am, Wed, 13 October 21

વલસાડ(ગુજરાત): રાજ્યમાં અવારનવાર અકસ્માત(Accident)ના બનાવો બનતા હોય છે. તેવામાં ફરી એક વાર વલસાડના અબ્રામા(Abrama of Valsad)માં રહેતા 32 વર્ષના મહિલા તલાટી કમ મંત્રીની મોપેડને વલસાડ સુગર ફેકટરી હાઇવે(Valsad Sugar Factory Highway) પર અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવતીને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જિલ્લા, તાલુકા અને ગ્રામપંચાયતના તલાટી વર્તુળમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. વલસાડ રૂરલ પોલીસ મથકે(Valsad Rural Police Station) આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, તલાટી કમ મંત્રી તરીકે વલસાડના અબ્રામામાં ગોકુલધામ સોસાયટીમાં રહેતા નૈમિષાબેન મિતેશકુમાર રાણા ફરજ બજાવે છે. તેઓ મોપેડ ઉપર પારડીના આમળીમાં ફરજ બજાવવા માટે અપડાઉન કરતા હતા. તેઓ સોમવારે સવારે 10 વાગ્યે મોપેડ લઇને આમળી પંચાયત ગયા હતા. ત્યારબાદ તેઓ ત્યાંથી ફરજ પૂર્ણ કરીને બપોરે વલસાડ જી રહ્યા હતા.

તે દરમિયાન તેઓ વલસાડ હાઇવે ઉપર સુગર ફેકટરી પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે વાપીથી સુરત જતાં રોડ ઉપર પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહન ચાલકે નૈમિષાબેનની મોપેડને અડફેટે લીધી હતી. જેને કારણે નૈમિષાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ત્યારે વલસાડ આરટીઓ કચેરીના અધિકારીઓ ત્યાંથી પસાર થઇ રહ્યા હતા, તેઓએ નૈમિષાબેનને તાત્કાલિક 108 દ્રારા વલસાડની લોટસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૂળ નવસારીના વતની એવા તલાટી નૈમિષાબેન વલસાડના અબ્રામામાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતક તલાટી કમ મંત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.