જૂનાગઢની આ જેલમાં કેદીઓ માટે ખોલી આપી ગૌશાળા, રોજ કરે છે આટલા રૂપિયાની કમાણી, જાણો વધુ

જૂનાગઢમાં મજેવડી ગેઈટથી આગળ ભવનાથ રોડ પર જૂનાગઢ ઓપન જેલના આજીવન કેદ પામેલા કેદીઓ ગીર ગાયની ગૌશાળા ચલાવી રહ્યા છે. પોતાના જીવનમાં બીજાની ભૂલને લીધે…

જૂનાગઢમાં મજેવડી ગેઈટથી આગળ ભવનાથ રોડ પર જૂનાગઢ ઓપન જેલના આજીવન કેદ પામેલા કેદીઓ ગીર ગાયની ગૌશાળા ચલાવી રહ્યા છે. પોતાના જીવનમાં બીજાની ભૂલને લીધે ક્યારેક વ્યક્તિ કાયદાના માયાજાળમાં ફસાઈને જેલની અંદર આવી જતો હોય છે. ત્યારે આ કેદીઓ 10 ગીરમાંથી 6 ગીર ગાય રોજનું 20 લીટર દૂધ આપે છે તેનું વેચાણ કરી રહ્યા છે. આમાંથી થતી કમાણી સરકારમાં જમા થાય છે.

21 કેદીઓ પૈકી 5 કૈદીઓ ગૌશાળા ચલાવી રહ્યા હતા.

જૂનાગઢની ઓપન જેલમાં રહેલા 21 કેદીઓને અલગ અલગ કામગીરી સોંપવામાં આવી છે. તે પૈકીના 5 કેદીઓ જેઓને ખેતી અને પશુપાલન અંગે રસ હોય અને ગાય ભેંસ દોહતા આવડતી હોય તેવા કેદીઓ ગીર ગાયની ગૌશાળામાં ગાયોની દેખરેખ કરી રોજનું 20 લીટર દૂધનું વેચાણ કરી રહ્યા છે. દૂધમાંથી થતી રકમ સરકારમાં જમા કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે જૂનાગઢ ઓપન જેલમાં ભજીયા, પાઉંભાજી સહિતની વસ્તુઓનું કેદીઓ વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ત્યારે હવે ઓપન જેલનાં કેદીઓએ વ્યવસાયના નવા દ્વાર ખોલ્યા હોય તેમ ઓપન જેલમાં દૂધનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ભવનાથ તરફ જતા રોડ ઉપર આવેલી જૂનાગઢ ઓપન જેલ 30 વિઘામાં ફેલાયેલ છે. જેમાં ગૌશાળા, ભજીયા હાઉસ તેમજ ખેતરોનો સમાવેશ થાય છે. આ જેલનાં 5 કેદીઓ જેલમાં જ 10 ગીર ગાયની ગૌશાળા ચલાવે છે અને રોજનું 20 લીટર દૂધ વેંચી સારી એવી આવક કરી રહ્યાં છે.

66 કેદીઓની સંભાળ રાખવામાં આવી રહી છે.

કેદીઓ 66ની સંભાળ કરી રહ્યા છે. જેમાં ગીર ગાય 59, વાછરડા 5, વાછરડી 1, આખલા 1નો સમાવેશ થાય છે.

લીટરના રૂ.40નાં ભાવે દૂધનું વેચાણ થઇ રહ્યું છે.

પોલીસ મહાનિર્દેશક જેલ, મોહન ઝાની સુચના મુજબ ઓપન જેલમાં ગૌશાળા રાખવામાં આવી છે અને આ ગૌશાળાની ગાયોના દૂધનું સવારે 6થી 7 અને સાંજે 6થી 7 વેંચાણ કરવામાં આવે છે. લીટરનાં રૂ.40નાં ભાવે દૂધ આપવામાં આવે છે. -એચ.ઓ.વાળા, ઇન્ચાર્જ જેલ અધિક્ષક, ઓપન જેલ.

6 માસ પહેલા અમરેલી ઓપન જેલમાંથી ગાયો લાવ્યા હતાં

જૂનાગઢની ઓપન જેલની જમીન વધારે હોય અને ઘાસચારો થતો હોય તે માટે 6 માસ પહેલા અમરેલી ઓપન જેલમાંથી 10 ગીરગાયો લાવવામાં આવી હતી.

20 વિઘામાં ગાયો માટે ચારાનું વાવેતર

જૂનાગઢ ઓપન જેલમાં ગૌશાળાની ગાયો માટે 20 વિઘામાં જુવાર, મકાઇ, ઘાસચારો વાવવામાં આવે છે.

પહેલેથી જ ગાય દોહતા આવડે છે : કેદી

9 વર્ષથી જેલમાં છું અને ચાર વર્ષથી ઓપન જેલમાં છું. પહેલેથી જ પશુપાલનની કામગીરીનો અનુભવ હોય ગાય-ભેંસ દોહતા પહેલેથી જ દોહતા આવડે છે. -ગુલાબસિંહ ગોહિલ, કેદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *