ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોલેજમાં ફેલ થયેલ યુવતીને પાસ કરાવી આપવાની લાલચ આપીને કર્યુ હતું દુષ્કર્મ- આરોપી નીકળ્યો…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સમગ્ર રાજયમાંથી ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. હાલમાં તી વારંવાર યુવતી કે મહિલાઓની સાથે થતી છેડતીની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના હાલમાં અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રામોલ પોલીસ સ્ટેશનમાં ગેંગરેપનાં ગુના માં ફરાર એક આરોપીની હાલમાં જ ધરપકડ કરવામાં આવી છે. આરોપી ઘણાં લાંબા સમય થી ફરાર હતો તથા તે અમદાવાદમાં હોવાની જાણકારી મળતાં જ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ પણ કરી લીધી છે. આરોપી હાર્દિક શુક્લ તેમજ તેનાં બીજાં આરોપીની સામે વર્ષ 2019માં ગેંગ રેપની ફરિયાદ દાખલ થઈ હતી. તેમજ તેમાં યુવતીનું મોત પણ નીપજ્યું હતું.

ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી યુવક પર હત્યાના બે કેસો સહિતનો ગુનાહિત રેકોર્ડ છે. આરોપી નડિયાદની એક હત્યામાં સામેલ હતો અને બીજો એક કેસ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ ઘણી વખત તેની ધરપકડ કરવામાં આવી છે.’

અમદાવાદમાં થયેલ આ ચકચારી ગેંગરેપ કેસમાં રાજ્યની બંને મોટી પાર્ટીની વિદ્યાર્થી પાંખોની સંડોવણી પણ સામે આવી હતી. ગત વર્ષે જ રેપ કેસમાં રામોલ પોલીસ સ્ટેશનની બહાર બંને પક્ષનાં વિદ્યાર્થીઓે મોટો હોબાળો મચાવ્યો હતો. જો કે, આ મામલે અન્ય આરોપીઓની ધરપકડ થઇ હતી પણ મુખ્ય આરોપી હાર્દિક શુક્લા એ ફરાર થઈ ગયો હતો. જે હવે પકડાઈ ગયો છે.

પોલીસબેડામાં આવેલ પરિવર્તનની અસરને લીધે જૂનાં આરોપીઓ તથા ફરાર આરોપીઓ પર તવાઈ બોલતાં જ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો હોય એવું પણ જણાઈ રહ્યું છે. ઘટના કંઈક એમ હતી, કે  પીડિતાની સાથે ઘણીવાર ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તેમજ જેની પહેલાં એને કેફી પીણું પિવડાવીને બેભાન કરી દેવામાં આવી હતી.

મળેલ જાણકારી મુજબ યુવતી અમદાવાદ શહેરની એક કોલેજમાં પહેલાં વર્ષમાં અભ્યાસ કરી રહી હતી તથા એમાં તેને ATKT આવતાં જ એ ફોર્મ ભરવા માટે ગઈ હતી ત્યારે જ એક યુવકે એને ATKTમાં પાસ કરી આપવાંની ખાતરી આપી હતી. એની સાથે મિત્રતા પણ કેળવી હતી તથા ત્યારપછી એની સાથે બળાત્કાર પણ ગુજાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP