સુરતમાં જેલમાંથી બહાર આવતા માથાભારે આરોપીનું ફટાકડા ફોડીને કર્યા વધામણા- વિડીયો થયો વાઈરલ

સુરત(ગુજરાત): તાજેતરમાં દિવસેને દિવસે સુરતમાં ગુનાની સંખ્યા વધી રહી છે. સુરતમાં જાણે સુરત પોલીસના જાહેરનામાનો ભંગ કરવાની જાણે ફેશન બની ગઇ હોય તેવું લાગી રહ્યું…

સુરત(ગુજરાત): તાજેતરમાં દિવસેને દિવસે સુરતમાં ગુનાની સંખ્યા વધી રહી છે. સુરતમાં જાણે સુરત પોલીસના જાહેરનામાનો ભંગ કરવાની જાણે ફેશન બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન સુરતના સલાબતપુરા પોલીસની હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા નજીક કડવાભાઇ ગેંગનો મુખ્ય આરોપી જેલમાંથી છૂટીને આવતા રાત્રે 1:25 વાગ્યે ફટાકડા ફોડી તેની ઉજવણી કરવામાં આવી અને કોરોનાની ગાઈડલાઈન સાથે આ નિયમોના ધજાગરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં હવે પોલીસ પણ દોડતી થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સુરતમાં રાજકીય પાર્ટીઓ બાદ ગુનેગારો અને તેમાં પણ બુટલેગરો બેફામ બન્યા છે અને જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી નિયમો તોડતા કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટ ખાતે વિસ્તારના માથાભારે મુખ્ય સાગરીત જેલમાંથી છૂટીને આવતા એ વિસ્તારના લોકો દ્વારા રાત્રે 1 વાગ્યા બાદ ફટાકડા ફોડી તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

જોકે, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે રાત્રીકર્ફ્યૂ છે અને બીજી બાજુ આજે યુવા જેલમાંથી છૂટીને આવ્યો છે. આ વિસ્તારના કોર્પોરેટર હાડકાં પર હુમલો કરવાની ઘટનામાં પણ ભૂતકાળમાં જેલવાસ ભોગવી રહ્યો છે. આ દરમિયાન આ યુવાને જાહેરમાં ફટાકડા ફોડી નિયમોના ધજાગરા ઉડાડ્યા હોવાનું સામે આવ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે સલાબતપુરા પોલીસ દોડતી થઇ છે.

મળતી માહિતી મુજબ, આ રખડવા ગામનો મુખ્ય સાગરીત છે અને તે જેલમાંથી આવતા તેનું સ્વાગત કરવાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. આ ઉપરાંત, ભૂતકાળમાં આવી પણ અનેક ગુનાઓમાં અનેક લોકો પર હુમલા કરવા માટે જાણીતો છે. આ દરમિયાન તેના સ્વાગતમાં 1:15 વાગે રાત્રે ફટાકડા ફોડવામાં આવ્યા હતા.

જેને લઈને હવે પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહ્યું. સુરતમાં છેલ્લા ઘણા સમયથી જાહેરમાં ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરવાના અનેક મામલા સામે આવે છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી  કરતી ન હોવાથી આવા અસામાજીક તત્વોનો બેફામ બની ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *