ગુજરાત: પુરઝડપે જઈ રહેલ કારને અડફેટે લેતા એક્ટિવા પર જઈ રહેલ શિક્ષિકાનું ઘટનાસ્થળે જ ઉડી ગયું પ્રાણપંખીડું

Published on Trishul News at 10:16 AM, Tue, 24 November 2020

Last modified on November 24th, 2020 at 10:16 AM

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. માર્ગ અકસ્માતને કારણે ઘણા લોકોને પોતાનો અથવા તો પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે.

વિરમગામ-માંડલ હાઈવે પર સોમવારે સવારનાં સમયે વિરમગામથી ભોજવા ત્રિપદા ગુરુકુલમ સ્કૂલમાં એકટીવા લઈને જઈ રહેલ શિક્ષિકાને પાછળથી આવી રહેલ ઈકો ગાડીના ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી આગળની તરફ હીરો મેસ્ટ્રો લઈને જઈ રહેલ શિક્ષિકાના સ્કૂટરને પાછળથી જોરદાર ધડાકાભેર અથડાતા માસુમા બહેનને માથાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળ પર જ અવસાન થયું હતું.

અકસ્માત કરીને ઇકો ગાડી સાથે ચાલક ફરાર થવામાં સફળ થયો હતો. મોડી સાંજે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા માંડલ રોડ પરથી ઈકોગાડીને પકડી પાડવામાં આવી હતી તેમજ ચાલકની તપાસ શરૂ કરવામાં આવી હતી. વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના પિતરાઇ ભાઇ હકીમુદ્દીન અબ્બાસભાઈએ કરેલ ફરિયાદ પ્રમાણે સોમવારે સવારમાં ભોજવા ગામના ખેતરે ગ્રાન્ડ આઇટેન ગાડી લઈને જઇ રહ્યો હતો.

મામાની દીકરી માસુમાબેન વિરમગામ ભોજવાથી આગળ થોડે દૂર ત્રિપદા સ્કૂલ બાજુ સ્કૂટર જઇ રહ્યા હતા ત્યારે પાછળની બાજુથી ઇકો ગાડીના ચાલકે પુર ઝડપે ચલાવી આગળની બાજુ જઈ રહેલ માસુમાબેનના સ્કૂટર સાથે પાછળથી માસુમા બેન રોડ પર પડી ગયેલ જેથી માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા માસમાંબેનનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું.

ઇકો ગાડી નંબર GJ-38-BA-0792નો ચાલક ઘટનાસ્થળ પરથી એની ગાડી માંડલ રોડ બાજુ લઈને ફરાર થઈ ગયો હતો.  એમ્બ્યુલન્સ દ્વારા ગંભીર રીતે ઘાયલ શિક્ષિકાને વિરમગામમાં આવેલ ગાંધી હોસ્પિટલમાં લાવતા ફરજ બજાવી રહેલ ડોક્ટરે મૃત્યુ પામેલ જાહેર કર્યું હતું. જે બાબતે ઇકો ચાલકની વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "ગુજરાત: પુરઝડપે જઈ રહેલ કારને અડફેટે લેતા એક્ટિવા પર જઈ રહેલ શિક્ષિકાનું ઘટનાસ્થળે જ ઉડી ગયું પ્રાણપંખીડું"

Leave a comment

Your email address will not be published.


*