સાઉથની મોટાભાગની ફિલ્મોમાં દેખાતા આ દિગ્ગજ કોમેડિયન અભિનેતાનું થયું મોત

સાઉથના દિગ્ગજ અભિનેતા વિવેકનું ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તે 59 વર્ષના હતા. વિવેકને 16 એપ્રિલના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ ચેન્નાઇની એક ખાનગી…

સાઉથના દિગ્ગજ અભિનેતા વિવેકનું ચેન્નઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. તે 59 વર્ષના હતા. વિવેકને 16 એપ્રિલના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ ચેન્નાઇની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે હોસ્પીટલમાં ઇસીએમઓ સારવાર લઈ રહ્યા હતા. તે ઘણા દિવસથી આઈસીયુમાં ડોકટરોની દેખરેખ હેઠળ હતા.

જોકે, આજે સવારે 4.45 વાગ્યે તેમણે આ દુનિયાને વિદાય આપી હતી. સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે વિવેકે કોવિડ રસીનો પ્રથમ ડોઝ પણ લીધો હતો, ત્યારબાદ તે મીડિયાને મળ્યા અને કોવિડ રસી લેવાની જરૂરિયાત વિશે પણ જણાવ્યું હતું.

15 એપ્રિલે, વિવેકને કોરોના રસી લગાવાઈ હતી. વિવેક તેના મિત્ર સાથે કોવિડ રસીનો પ્રથમ ડોઝ લેવા માટે ઓમંડુરર સરકારી હોસ્પિટલમાં ગયા હતા. આ પછી, તેમણે મીડિયા સાથે વાત કરી, જ્યાં તેમણે કહ્યું કે શા માટે તેમણે કોવિડ રસી મેળવવા માટે ખાનગી હોસ્પિટલને બદલે સરકારી હોસ્પિટલ પસંદ કરી.

તમિલ સિનેમામાં કામ કરનાર વિવેક એક અભિનેતાની સાથે સાથે હાસ્ય કલાકાર પણ હતા. તેણે રજનીકાંત, કમલ હાસન, અજિત, વિજય, માધવન અને વિક્રમ સાથે કામ કર્યું. માધવનની ફિલ્મ રન તેમનો સૌથી મોટી બ્રેક સાબિત થઇ હતી. સિનેમામાં તેમના યોગદાન બદલ તેમને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *