સુશાંતસિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું આપઘાતનું કારણ- ડીલીટ થઇ ગયેલી ટ્વીટ થઈ રહી છે વાઈરલ- શું છે હકીકત?

14 જૂને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. જોકે, હજુ સુધી…

14 જૂને બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂતે આત્મહત્યા કરી લીધી છે. જોકે, હજુ સુધી સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ બહાર આવ્યું નથી. મુંબઇ પોલીસ તપાસ માટે તેના ઘરે પહોંચી હતી. અહેવાલો અનુસાર, સુશાંતના ઘરના નોકરે પોલીસને ફોન કરીને આ અંગે માહિતી આપી હતી.

આજે દરેક વ્યક્તિ તેના મૃત્યુનું કારણ જાણવા માંગે છે. દરેક વ્યક્તિના મગજમાં બસ એક જ સવાલ ચાલી રહ્યો છે કે આખરે સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કેમ કરી. કેટલાક લોકોનું એવું માનવું છે કે તેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પુરો સપોર્ટ નહોતો મળી રહ્યો. એના કારણે તેમણે આ પગલું ભર્યું. આજતકના કહ્યા અનુસાર 14 જૂને સુસાઇડ કરતા પહેલા સુશાંત સિંહ રાજપૂતે તેના ટ્વિટર એકાઉન્ટ પર 3 ટ્વીટ્સ પોસ્ટ કરી હતી. જોકે, તેણે પાછળથી ડીલીટ કરી નાખ્યું હતુ. સુશાંતે ત્રણેય ટ્વિટ 14 જૂને સવારે 5.43 વાગ્યે પોસ્ટ કરી હતી. પરંતુ આ વાતની કોઈ પુષ્ટિ અન્ય કોઈ માધ્યમે કરી નથી. અને Trishul News પણ આ બાબતે પુષ્ટિ કરતું નથી.

સુશાંતસિંહે પોતાના પહેલા ટ્વિટમાં લખ્યું હતું કે, “આપણને સ્વાસ્થ્ય કેવું છે, આપણી માનસિક સ્થિતિ કેવી છે આપણા વિચારો શુ ચાલી રહ્યા છે, આપણા જીવનમાં શું ચાલી રહ્યુ છે આ વિશે કોઈ પૂછતુ ન હોતું. આપણી સાથે આ રીતનું વર્તન કરવામાં આવે છે હું આ બધી બાબતોમાંથી પસાર થયો છું અને આ રીતના પ્રયાસોથી હું હવે થાકી ગયો છું, મે આ ક્ષેત્રે લાંબી મુસાફરી કરી છે. મને ખબર નથી કે હું આ ટ્વીટ શા માટે કરું છું.”

સુશાંતસિંહે તેના બીજા ટ્વિટમાં લખ્યું હતું કે, “મેં મારા જીવનની ઘણી મુશ્કેલીઓમાં લડ્યા છુ હું ટૂંક સમયમાં આ ટ્વીટને ડીલીટ કરી નાખીશ, તમારામાંથી કેટલાક લોકો જાણી લે કે આ સફળતાથી હું તંગ આવી ગયો છુ, મારે પ્રસિદ્ધિ નથી જોતી. ખુબ આરામદાયક ભલે આ લાગતુ પણ આને સંભાળવુ ખુબજ મુશ્કેલ છે.”

ત્યારબાદ સુશાંતે અંતીમ ટ્વીટમાં લખ્યુ કે, “હું આ બધુ જ ખતમ કરવા જઈ રહ્યો છુ એક નવા અંત માટે દૂર જઈ રહ્યો છુ ત્યાર પછી લોકો એક બીજા સાથે સારી રીતે વાત કરવા લાગે. પોતાના વિચારોને અંદર રાખતા અટકી જાય. ફરી મળીશુ દુનિયાની બીજી તરફ ગુડ બાય.”

મોટા પડદા પર કૂદકો લગાવતા પહેલા સુશાંતે નાના પડદે પોતાનું નામ બનાવ્યું, ખાસ કરીને પાવિત્ર રિશ્તા માં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુશાંત ચેતન ભગતની બેસ્ટ સેલિંગ પુસ્તક થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ પર આધારિત અભિષેક કપૂરની કાઇ પો છે સાથે મોટા પડદે ઉતર્યો હતો.

આ અભિનેતા 34 વર્ષનો હતો. તેણે “કાઈપો છે” થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું! અને છેલ્લે છીછોરેમાં અભિનય કર્યો હતો. સુશાંતસિંહ રાજપૂત આજે વહેલી સવારે તેના બાંદ્રાના ઘરે લટકતો મળી આવ્યો હતો. જ્યારે તેનો મૃતદેહ મળી આવ્યો ત્યારે તેના કેટલાક મિત્રો પણ ઘરે હતા. તેના રૂમનો દરવાજો તૂટી ગયો હતો અને તે લટકતો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *