મનોરંજન જગતમાં છવાયો માતમ: લોકપ્રિય સિરિયલની ફેમસ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું અકસ્માતમાં કરુણ મોત

Published on: 10:42 am, Wed, 24 May 23

Vaibhavi Upadhyaya Accident: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ખૂબ જ ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય સિરિયલ ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ (Sarabhai vs Sarabhai) ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય (Vaibhavi Upadhyaya death) હવે આ દુનિયામાં નથી રહી. અભિનેત્રીનું માર્ગ અકસ્માત (Vaibhavi Upadhyaya Accident)માં મૃત્યુ થયું છે. સોમવારે તેમની ફોર્ચ્યુનર કાર હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કુલ્લુ (Kullu) જિલ્લામાં અકસ્માતનો ભોગ બની હતી. અભિનેત્રીના નિધનના સમાચાર સામે આવતા જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વૈભવી ઉપાધ્યાયના અચાનક નિધનના સમાચારે સેલેબ્સ સહિત ચાહકોને હચમચાવી દીધા છે.

મળતી માહિતી મુજબ, અભિનેત્રી વૈભવી ઉપાધ્યાય સોમવારે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પ્રખ્યાત તીર્થન વેલી જઈ રહી હતી. આ દરમિયાન તેમની કાર તીર્થનથી થોડે દૂર બંજરના શોજામાં સિધવા ખાતે બેકાબૂ થઈને રોડ પરથી 50 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી.

આ અકસ્માતમાં અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મોત થયું હતું અને કારમાં બેઠેલા અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા. મહારાષ્ટ્રના મુંબઈમાં રહેતા જય સુરેશ ગાંધી વૈભવી ઉપાધ્યાય સાથે કારમાં ઓટથી બંજર જઈ રહ્યા હતા.

વાહન પડવાનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પરંતુ કારમાં સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, સ્થાનિક લોકોની મદદથી ઘાયલ વ્યક્તિને બહાર કાઢીને બંજાર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. બંને બંજાર ઘાટીની મુલાકાતે આવી રહ્યા હતા. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

વૈભવીએ બીર બિલિંગની પણ મુલાકાત લીધી હતી:

લગભગ એક અઠવાડિયા પહેલા વૈભવી પણ હિમાચલ પ્રદેશમાં બીર બિલિંગ ગઈ હતી. અહીં પણ તેણે થોડા દિવસો વિતાવ્યા. વૈભવીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બીડ બિલિંગનો વીડિયો પણ શેર કર્યો છે. તમને જણાવી દઈએ કે બીર બિલિંગ વેલી પેરાગ્લાઈડિંગ માટે પ્રખ્યાત છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.