અદાણીના હાથમાં સંચાલન આવ્યા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટે મેળવી અનોખી સિદ્ધિ

અમદાવાદ એરપોર્ટ હાલમાં અદાણી સમૂહ (Adani) દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (Ahmedabad Airport) લોસ્ટ ટાઇમ ઇંજરીઝ (LTI) વિના…

અમદાવાદ એરપોર્ટ હાલમાં અદાણી સમૂહ (Adani) દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે અમદાવાદ વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (Ahmedabad Airport) લોસ્ટ ટાઇમ ઇંજરીઝ (LTI) વિના સતત 50 લાખ માનવ કલાકો સુધી ઝડપી અને સલામતીપૂર્વક કામકાજ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા બે મહિનામાં નવીનીકરણના વિવિધ કાર્યોમાં એરપોર્ટ મુસાફરો અને કર્મચારીઓની સલામતી માટે પ્રતિબધ્ધતા જાળવી રાખી છે.

આ નોંધપાત્ર સિદ્ધિ એરપોર્ટની સલામતી પ્રત્યેના સમર્પણ નો પુરાવો છે, સેફ્ટી પ્રોટોકોલનું ચુસ્ત પાલન કરવ એરપોર્ટ પર નિયમિત ઓડિટ અને કર્મચારીઓ માટે તાલીમ ક્ષેત્રો યોજવામાં આવે છે. જે કાર્યસ્થળ પર અકસ્માતો અને ઇજાઓના જોખમને ઘટાડવામાં અસરકારક સાબિત થયા છે.

રીનોવેશન દરમિયાન અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર ઘણા મહત્વપૂર્ણ માળખાકીય અપગ્રેડેશન કામ કરવામાં આવ્યા છે. જેમાં રેકોર્ડ સમયમાં સમગ્ર રન વેનું રી કારપેટિંગ, સ્થાનિક ટર્મિનલમાં સુરક્ષા તપાસ વિસ્તારનું વિસ્તરણ, આંતરરાષ્ટ્રીય કારગો ટર્મિનલમાં ટર્મિનલ ત્રણનું નવીનીકરણ, તમામ નવા પાર્કિંગ સાથે નવી ડ્રોપ ઓફ અને પિક અપ નિર્માણ, ટેક્સી પીકઅપ ઝોન અને મુસાફરોના પરિજનો માટે ડ્રોપ ઓફ અને પીકપ માટેનો કેનોપી કવર વિસ્તારનો સમાવેશ થાય છે.

39 સ્થાનિક અને 19 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડતી 230 થી વધુ ફ્લાઈટ સાથે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ વાર્ષિક 10 મિલિયન થી વધુ મુસાફરોને પૂરી પાડી છે. આરામદાયક મુસાફરી સાથે પ્રવાસીઓને સલામતીની નિશ્ચિતતા કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રતીબધ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *