કોરોના પર રાજનીતિ કરતા બરાબરની ફસાઈ કોંગ્રેસ, પોતાની જ પાર્ટીની MLAએ ખોલી નાખી પોલ. જાણો વિગતે’

જ્યારથી કોરોના વાયરસે ભારતમાં તબાહી મચાવી છે ત્યારથી રાજનેતાઓ દરેક વાતમાં રાજનીતિ રમતા હતા તે કોરોનાના કારણે ઓછી કરી દીધી હતી. રાજનીતિ કરતા લોકોને પોતાના…

જ્યારથી કોરોના વાયરસે ભારતમાં તબાહી મચાવી છે ત્યારથી રાજનેતાઓ દરેક વાતમાં રાજનીતિ રમતા હતા તે કોરોનાના કારણે ઓછી કરી દીધી હતી. રાજનીતિ કરતા લોકોને પોતાના સ્વાસ્થ્યની વધારે કદર હતી. પણ તેમ છતાં કોંગ્રેસ પાર્ટી કોરોનાના કહેર વચ્ચે પણ યથાવત હતી. કોંગ્રેસ પાર્ટી પ્રધાનમંત્રી મોદીજીના નિર્ણય પર ઘણીવાર સવાલો ઉભા કર્યા હતા અને આક્ષેપો મુક્યા હતા.

હાલના સમયમાં મજૂરોને લઇને બસોની વ્યવસ્થા પર કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે ચાલી રહેલા રાજકીય જંગમાં એક નવો વળાંક આવ્યો છે. રાયબરેલીથી કૉંગ્રેસની ધારાસભ્ય અદિતિ સિંહે જ આ આખા મામલે પોતાની પાર્ટીનાં વલણની નિંદા કરી છે. અદિતિ સિંહે કહ્યું કે આ ક્રુર મજાક છે. અને તેઓએ તેમના ટ્વીટર આઈડી પર ટ્વીટ પણ કરી હતી.

અદિતિ સિંહે ટ્વીટમાં આપણને જણાવતા લખ્યું છે કે, “સંકટનાં સમયે આવી હલકી કક્ષાની રાજનીતિ કરવાની શું જરૂર છે? એક હજાર બસોની યાદી મોકલી, એમાં પણ અડધી થી વધારે બસોની ખોટી માહિતી, 297 ખખડધજ્જ બસો, 98 ઑટો રિક્ષા તેમજ એમ્બ્યુલન્સ જેવી ગાડીઓ, 68 વાહન કોઇપણ કાગળ વગરનાં, આ કેવી ક્રુર મજાક. જો બસો હતી તો રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્રમાં કેમ ના લગાવી?”

અત્રે ઉલ્લેખનીય છે કે અદિતિ સિંહ લાંબા સમયથી કૉંગ્રેસ વિરોધી ગતિવિધિયોમાં સામેલ રહી છે. ગયા વર્ષે પાર્ટી નિયમોનું ઉલ્લંઘન કરતા અદિતિ વિધાનસભાનાં વિશેષ સત્રમાં સામેલ થવા પહોંચી હતી. ત્યારબાદ તેને પાર્ટી તરફથી કારણ બતાઓ નોટિસ ફટકારવામાં આવી હતી. કાશ્મીરથી કલમ 370 હટાવવાનાં મુદ્દા પર પણ અદિતિએ કૉંગ્રેસથી અલગ પોતાનો પક્ષ રાખ્યો હતો. તાજેતરમાં કોરોના વૉરિયર્સ માટે પીએમ મોદીની અપીલ પર પણ તેણે દિવા પ્રગટાવ્યા હતા.

ગાંધી પરિવારની નજીક મનાતી અને રાયબરેલીથી ધારાસભ્ય અદિતિ સિંહે યોગી સરકારનાં વલણનું સમર્થન કરતા કોટાને લઇને પણ ઘણા પ્રશ્ન ઉઠાવ્યા છે. એક બીજા ટ્વીટમાં અદિતિએ જણાવતા લખ્યું છે કે, “કોટામાં જ્યારે UPનાં હજારો બાળકો ફસાયા હતા ત્યારે ક્યાં હતી આ તથાકથિત બસો? ત્યારે કૉંગ્રેસ આ બાળકોને ઘર સુધી તો છોડો, બૉર્ડર સુધી ના છોડી શકી, ત્યારે શ્રી યોગી આદિત્યનાથ જીએ રાતો-રાત બસો લગાવીને આ બાળકોને ઘરે મોકલ્યા. ખુદ રાજસ્થાનનાં સીએમે પણ આની પ્રશંસા કરી.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *