સરદાર માર્કેટ નજીક BRTS રૂટમાં સિટી બસની અડફેટે યુવકના મોત બાદ બસમાં તોડફોડ :જુઓ વિડીયો

સહારા દરવાજા સરદાર માર્કેટ નજીક બીઆરટીએસ રૂટમાં સિટી બસની અડફેટે યુવકના મોત બાદ લોકો રોષે ભરાયા હતા. બસમાં તોડફોડ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જોકે…

સહારા દરવાજા સરદાર માર્કેટ નજીક બીઆરટીએસ રૂટમાં સિટી બસની અડફેટે યુવકના મોત બાદ લોકો રોષે ભરાયા હતા. બસમાં તોડફોડ કરતા મામલો ઉગ્ર બન્યો હતો. જોકે પોલીસ અધિકારીઓ કાફલા સાથે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.

ડ્રાઈવર નાસી છુટ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, સહારા દરવાજા ખાતે આવેલી સરદાર માર્કટ નજીક સિટી બસ(GJ-05-BZ-4201) બીઆરટીએસ રૂટમાં પૂર ઝડપે પસાર થઈ રહી હતી. દરમિયાન એક યુવકને અડફેટે લઈને ઢસડ્યો હતો. અકસ્માતના પગલે આસપાસની મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા અને ઉશ્કેરાયેલા લોકોએ સિટી બસમાં તોડફોડ કરવાનું ચાલું કરી દીધું હતું. જેથી ડ્રાઈવર ભાગી ગયો હતો. યુવકના મોત અને સિટી બસમાં તોડફોડની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતકની ઓળખ બારડોલીના આશિયાના નગરમાં રહેતા પરવેઝ રઝાક રાઈન (ઉ.વ. 20) તરીકે થઈ હતી.પરવેઝ છૂટક મજૂરી કરી પરિવારને મદદ રૂપ થતો હતો. હાલ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

ઉશ્કેરાયેલા લોકએ 108ના કર્મીને પણ મારવાનો પ્રયાસ કર્યો

મદદે પહોંચેલી માન દરવાજા લોકેશનની 108ના ઈએમટી અને પાઇલોટને મારવાનો પ્રયાસ કરાયો હતો. મૃતદેહ કેમ પોલીસને હેન્ડ ઓવર કર્યો કહીં 108 ની પીસીઆર બુક પણ ફાડી નખાઈ હતી. ડરના મારે 108ના બન્ને કર્મચારીઓએ પોલીસ વાનમાં સંતાઈને જીવ બચાવવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *