દમણમાં બાળક સાથે કિશોરનું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, ઘટના ન કહેવા 20 રૂપિયા આપ્યા

સંઘપ્રદેશ દમણના એક વિસ્તારમાં લીલા સોલ્યુશનનો નશો કર્યા બાદ 10 વર્ષના બાળક સાથે 15 વર્ષીય કિશોરે કરેલા સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યને લઇને સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી…

સંઘપ્રદેશ દમણના એક વિસ્તારમાં લીલા સોલ્યુશનનો નશો કર્યા બાદ 10 વર્ષના બાળક સાથે 15 વર્ષીય કિશોરે કરેલા સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્યને લઇને સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી જવા પામી છે. કિશોરે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યા બાદ બાળકને 20 રૂપિયા આપી ઘટના અંગે કોઈને ન કહેવા જણાવ્યું હતું. દમણ પોલીસે આ કેસમાં ગુનો નોંધી દુષ્કર્મ કરનારા કિશોરની અટકાયત કરી છે. જુવેનાઇલ કોર્ટમાં મોકલ્યો હતો.

બાળકને કહ્યું, આવી મજા બધા જ કરે છે. આ વાત કોઇને કહેતો નહીં

નાની દમણના બસ સ્ટેન્ડ એરિયામાં રહેતા શ્રમિક પરિવારનો 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય થયું હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. બે દિવસ અગાઉ 10 વર્ષનો પુત્ર જ્યારે બહારથી રમીને ઘરે પરત ફર્યો ત્યારે તેમની હાફ પેન્ટ ઉપર લોહીના ડાધા દેખાતા માતાને શંકા ગઇ હતી. આ અંગે માતાએ જ્યારે બાળકને પૂછયું તો જે હકીકત જણાવી તો માતાના પગ તળેથી જમીન ખસ ગઇ હતી. આ વિસ્તારમાં જ રહેતો 15 વર્ષીય કિશોર બાળકને આઇસ્ક્રીમનો કોન ખવડાવાના બહાને ઘોડાના તબેલામાં લઇ ગયો હતો. જ્યા 15 વર્ષના કિશોરે લીલા સોલ્યુશન (ચંપલ સાધવા, પાઇપ ફિટ કરવા અને ફોમ ચોંટાડવા વપરાતું)નો નશો કરીને બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું. દુષ્કર્મ કર્યા બાદ આરોપી કિશોરે પીડિત બાળકને 20 રૂપિયા આપી કહ્યું હતુ કે, આવી મજા બધા જ કરે છે. આ વાત કોઇને કહેતો નહીં.

બાળકને મેડિકલ તપાસ અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો

બાળક જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે તેના હાફ પેન્ટ ઉપર લોહીના ડાધા દેખાતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પીડિત બાળકના પિતા તાત્કાલિક બાળકને લઇને ફરિયાદ કરવા માટે દમણ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. દમણ પોલીસે કિશોર વિરૂધ્ધ દુષ્કર્મ અને પ્રોસકો એક્ટ મુજબ આરોપીની અટકાયત કરીને પીડિત બાળકને મેડિકલ તપાસ અર્થે મરવડની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નશાની લતને લઇ બાળકને સાંકળથી બાંધ્યો

નાની દમણના બસ સ્ટેન્ડ, ઘાંચીવાડ અને મિટનાવાડ વિસ્તારના નાના સ્લમ વિસ્તારના બાળકોમાં સોલ્યુશનથી નશો કરતાની લતનું પ્રમાણ વધી ગયું છે. આ વિસ્તારમાં જ રહેતો 13 વર્ષનો બાળક તેમના મિત્રની સંગતમાં આવીને સોલ્યુશનના નશાની લતે ચઢી ગયો હોય આદત છોડાવવા તેનેે સાંકળથી બાંધી રાખ્યો છે જેથી કરીને તે ઘરની બહાર નીકળી ન શકે અને ફરીથી નશો કરી ન શકે. એક તરફ દમણ પ્રશાસન બાળકોની સુરક્ષા અને શિક્ષણ માટેની ફૂલબાંગો ફુંકી રહી છે અને બીજી તરફ દેશનું ભવિષ્ય એવા નાના બાળકો અને ટીનજર્સે નશાના રવાડે ચડીને બાળપણ ગુમાવી રહ્યા છે.

20, 50 રૂપિયામાં ખુલ્લેઆમ મળતું સોલ્યુશન

મોચી ચામડું સાંધવા અને પાઇપ ફિટિંગ તથા ફોમ ચીંટકાવવા માટે વપરાતું સોલ્યુશન સ્પેબ 7 વાપી સહિત દમણની દુકાનમાં ખુલ્લેઆમ સ્પેબ 7 મળે છે. 20 રૂપિયામાં ટયુબ અને 50 રૂપિયામાં ટિનનું વેચાણ થતું હોય છે. આ સોલ્યુશનને રૂમાલમાં નાંખીને તેને શ્વાસમાં લઇ બાળકો નશો કરી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *