ભારતમાં ઘુસ્યો ખતરનાક અફઘાની આંતકવાદી. જો તમને દેખાય તો કરો પોલીસને ખબર. જુઓ તસ્વીર અહીં.

TrishulNews.com

જયારથી ભારત સરકારે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબુદ કરી છે ત્યારથી આંતકવાદીઓની ભાર પર કાળી નજર બેસેલી છે. દરેક આતંકવાદી તકની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અને પાકિસ્તાન પણ ધમકી આપી રહ્યું છે કે આ નિર્ણય લીધા બાદ ભારત ખુબ જ પછ્તાશે.

ભારત દેશમાં આ મહિનાથી જ આતંકવાદીના હુમલાઓને લઈને ખુબ જ સમાચારો મળી રહ્યા હતા. અને આ સમાચાર મળતાની સાથે જ દરેક રાજ્યના પોલીસ અધિકારીઓ સાવચેત થઇ ગયા છે. હાલમાં જ ગુજરાતના આઈ.ટી.એસ તરફથી શહેરમાં દરેક પોલીસ અધિકારીઓને એક મેસેજ મોકલવામાં આવ્યો છે. આ મેસેજ માં એક અબાણિ આતંકવાદી દેશમાં આવ્યો છે તેવી જાણકારી આપવામાં આવી છે. તેની સાથે તેનું સ્કેચ પણ મોકલવામાં આવ્યું છે. આ આતંકવાદી અફઘાનિસ્તાન ના કુનર વિસ્તારમાં રહે છે તેવી જાણકારી મળી આવી છે.

અફઘાન બોર્ડર થી આતંકીઓએ ઘુસણખોરી કરી.

Loading...

હાલમાં જ કશ્મીરમાં 370 હટાવતા જ એલર્ટ આપવામાં આવ્યું હતું. કેટલાક આતંકી સંગઠનો પણ એક્ટિવ થઇ હુમલો કરવાના હોવાના પોલીસને મળ્યા હતા. ત્યારે વધુ એક વખત શહેર પોલીસ તથા તમામ એસઓજી અને એટીએસ તરફથી એક ફેક્સ મેસેજ મોકલવામાં આવ્યો હતો. જેમાં જણાવ્યું છે કે, ઓગસ્ટ 2019 ની શરૂઆતમાં પાસપોર્ટ ધરાવતા ચાર ઈસમો ભારતના શહેરોમાં જ્યાં મોટી સંખ્યામાં લોક સંખ્યા એકઠી થતી હોય તેવા સ્થળોએ ટેરર અંજામ કરવા સારું અફઘાનિસ્તાન બોર્ડર ક્રોસ કરી ભારતમાં ઘુસણખોરી કરેલી છે.

ઝાકીનું પાકિસ્તાની ઓળખાણ પત્ર સામેલ.

અફઘાનિસ્તાનના કુનર પ્રાંતનો પાસપોર્ટ ધરાવતા આતંકી ગ્રુપના વડા નો પાસપોર્ટ અને ફોટો પણ પોલીસે કરેલા ફેકસ મેસેજ માં સામેલ કરાયો છે. આ વ્યક્તિ આતંકી ગ્રુપને માર્ગદર્શન આપનાર ઝાકિ નામના ઈસમનું પાકિસ્તાની ઓળખાણ પત્ર પણ સામેલ કરાયું છે.આ ઘટનામાં દરેક પોલીસ તેમજ દરેક નાગરિકોને જણાવ્યું છે કે, આ તસવીરમાં જોવા મળતા વ્યક્તિ જેવું કોઈ પણ વ્યક્તિ દેખાય તો તરત જ સ્થાનિય પોલીસ સ્ટેશનમાં જાણ કરવી.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.